સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

આ કેવું...? મોટી પાનેલી પીએચસીમાં કોરોનાના તમામ લક્ષણો છતાં ૯૯% દર્દીઓના રિપોર્ટ નેગેટિવ

દર્દી નિશ્ચિત બની કોરોના બોમ્બ બની ફરે છે. રેપિડ ટેસ્ટનો ઉપયોગ માત્ર ગંભીર દર્દી માટે જ : આગેવાનોનો સવાલ-ગંભીર દર્દી ગણવા કોને? નેગેટિવ દર્દીના કોરોનાંમાં મોત થતા આગેવાનો ગંભીર બન્યા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી, તા.૨૨: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં કોરોનાંના કેસમાં  ગંભીર વધારો થતો જોવા મળતા પાનેલી ગ્રામપંચાયતના સરપંચ ઉપસરપંચ સહીત ગામ આગેવાનો સાથે તાલુકા પંચાયત ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સભ્ય સહીતના આગેવાનોએ ગંભીરતા દાખવી પાનેલીના ગ્રામજનો કોરોનાં મહામારીના ખપ્પરમાં  ના હોમાય માટે તાત્કાલિક જરૂરિ પગલાં લઇ ગામહિત માટે લોકડાઉન સહીત સાફસફાઈ સોસીયલ ડિસ્ટન્સ ના કડક પગલાં લઈને પાનેલીને કોરોનાં સંક્રમણથી બચાવા જાગૃતતા દાખવી છે ત્યારે મોટી પાનેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  ગંભીર ક્ષતિ સામે આવતા આગેવાનો હરકતમાં  આવી આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી ગયેલ અત્રેના આરોગ્ય કેન્દ્રમાં કોરોનાંના તમામ લક્ષણો ધરાવતા ૯૯% ગંભીર દર્દીઓ ના રિપોર્ટ પણ નેગેટિવ આવે છે ત્યારબાદ નેગેટિવ દર્દી કોરોનાં બાઙ્ખમ્બ બનીને નિશ્ચિત રીતે બેરોક ટોક પરિવાર સહીત ગમેત્યાં આવે જાય છે જેને લીધે કોરોનાં વિસ્ફોટ થવાની શકયતા અત્યંત વધી જાય છે અને પછી અમુક દિવસોમાં જ આ દર્દીની હાલત ગંભીર બનતા તત્કાલ ખાનગી હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવે છે પરંતુ મોડા પડતા દર્દીનું મૃત્યુ થાય છે આવા બે થી ત્રણ ગંભીર કિસ્સા બનતા ગામ આગેવાનો હરકતમાં  આવી તાત્કાલિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા માલુમ પડેલ કે આરોગ્ય કેન્દ્ર ખાતે માત્ર આરટીપીસીઆર રિપોર્ટ જ કરવામાં આવે છે રેપિડ ટેસ્ટ કોઈના કરવામાં આવતા નથી આ અંગે ઉપસરપંચ બધાભાઇ ભારાઈ તેમજ પાટીદાર આગેવાન જતીનભાઈ ભાલોડીયા એ પૂછતાછ કરતા સ્થાનિક ઇન્ચાર્જ ડોકટર રાઠોડે જણાવેલ કે માત્ર ગંભીર દર્દીઓ નો જ રેપિડ ટેસ્ટ કરવો તેવો આદેશ છે તો આગેવાનો એ સવાલ કરેલ કે ગંભીર દર્દી ગણવા કેને?? લોકોનું મૃત્યુ નીપજે ત્યાં સુધી જો ગંભીર દર્દી ના ગણાય તો ગંભીર કેને ગણવા? ઉપસરપંચ બધાભાઇ ભારાઈ એ પણ આરટીપીસીઆર ના રિપોર્ટ અંગે સવાલ ઉઠાવતા જણાવેલ કે ગંભીર લક્ષણો ધરાવતા ૯૯% દર્દીઓ ના રીપોર્ટ નેગેટિવ કેમ? તો ગ્રામજનોએ શું સમજવુ? સ્થાનિક આગેવાન અશોકભાઈ પાંચાણી એ પણ શંકા વ્યકત કરી જણાવેલ કે આતો બહુ ગંભીર બાબત છે આ અંગે આરોગ્ય વિભાગે ગંભીરતા પૂર્વક વિચાર કરી વધુમાં વધુ રેપિડ ટેસ્ટ થાય અને તેના માટે તમામ આગેવાનોએ જરૂરિ વ્યવસ્થા સાથે પૂરતી સંખ્યામાં રેપિડ ટેસ્ટ કીટ પાનેલી આરોગ્ય કેન્દ્રમાં  ઉપલબ્ધ થાય તેવી પ્રચંડ માંગ કરેલ છે સાથેજ આરટીપીસીઆર રિપોર્ટમાં  પણ જો કોઈ ક્ષતિ રહેતી હોય તો તેમાં પણ ગંભીરતા પૂર્વક ધ્યાન આપી સુધારો કરવાની માંગ કરેલ છે.

સ્થાનિક દરેક આરોગ્ય કર્મીની કામગીરી સરાહનીય હોવા છતાં ઉપરના આદેશના પગલે તેઓ મજબુર હોવાનું માલુમ પડે છે. આ અંગે સ્થાનિક ઇન્ચાર્જ ડોકટર રાઠોડસાહેબ તેમજ સુપરવાઇઝર નિકુંજભાઈ સાથે વાત કરતા જાણવા મળેલ કે દરરોજ ત્રીસ જેટલાં આરટીપીસીઆર રિપોર્ટ થાય છે જેમાં અત્યાર સુધી માત્ર ત્રણ દર્દીના આરટીપીસીઆર રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે જે તમામ કાર્યવાહી રાજકોટ લેબમાં  થાય છે અને ઉપરથી આદેશ મુજબ રેપિડ ટેસ્ટનો જરૂરિયાત મુજબ જ ઉપીયોગ થાય છે.

પાટીદાર જ્ઞાતિના બુઝુર્ગ દંપતી માત્ર બે દિવસમાં  જ બન્નેના કોરોનામાં મૃત્યુ થયા છે કે જેનો રીપોર્ટ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં  નેગેટિવ આવેલ, જેની ગફલતમાં  તેમના પરિવાર પણ સંક્રમિત થયેલ છે થોડા દિવસ પહેલા પણ આશાસ્પદ નિવૃત ફોજી જવાન નું મૃત્યુ કોરોનાંમાં  થયેલ.જો આમજ ચાલે તો પાનેલીની પરિસ્થિતિ નાજુક બનતા વાર નહિ લાગે તેવું જિલ્લા પંચાયત સદસ્ય મીરાબેન ભાલોડીયા એ જણાવેલ છે.

(10:59 am IST)