સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

અમરેલી પંથકમાં ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયાની વિરૂદ્ધમાં પત્રિકાનું વિતરણ કરનાર કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત ૧૫ની અટકાયત

ભાજપની આંતરિક લડાઈ અને વિખવાદ બહાર આવ્યોઃ પરેશ ધાનાણીનો આક્ષેપ

અમરેલી, તા. ૨૨ :. અમરેલીના ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા વિરૂદ્ધ ગૌચરની જમીનમાં દબાણ અંગે પત્રિકાઓનું વિતરણ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, પાલિકા ઉપપ્રમુખ કૌશિકભાઈ વઘાસિયા, દિપક ચૌહાણ, જુબેરભાઈ કુરેશી, ઈમરાન સુમરા, અલી કાદરી, શકીલ સૈયદ, અહેસાન ધાણીવાળા, મયુર ચૌહાણ, ગૌતમ ટિમાણી, અમીર ચૌહાણ, શકીલ એદ્રુસી, અહેમદખાન લોદી, સલીમ ચૌહાણ, આસિફ કુરેશી સહિતનાને રૂ. ૧૦,૫૦૦ તથા પત્રિકાઓના જથ્થા સાથે ઝડપી પાડેલ છે.

આ શખ્સોમાંથી ૩ શખ્સો દારૂ પીધેલ હાલતમાં હોવાનું જાણવા મળતા પોલીસે આદર્શ આચારસંહિતા ભંગનો ગુન્હો દાખલ કરીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે અને ગૌચરના નામે પત્રિકા છપાવીને કુપ્રચાર કરવામાં આવ્યો છે.

(4:55 pm IST)