સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

વિંછીયાના કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

 રાજકોટ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસપક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરાના સમર્થનમાં વિંછીયા વિસ્તારમાં રાજગ્રૂપ સર્વે જ્ઞાતિ એકતા શકિત અને ગુજરાત કોળી વિકાસ સંગઠનના સ્થાપક, પ્રમુખ તેમજ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલીતભાઈ કગથરા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ મકવાણા, જસદણ-વિંછીયા વિસ્તારના ગજેન્દ્રભાઈ રામાણી, દિનેશભાઈ ચોવટિયા, મિતુલભાઇ દોંગા, સહિતની હાજરીમાં વિંછીયા તાલુકાના રાજગ્રુપ સર્વેજ્ઞાતિ એકતા શકિત અને ગુજરાત કોળી વિકાસ સંગઠનના સ્થાપક-પ્રમુખ મુકેશભાઈ રાજપરા, જીતેન્દ્રભાઈ રાજપરા, વિપુલભાઈ, જેન્તીભાઈ ગોહેલ, ભીખાભાઈ સરવૈયા, લક્ષ્મણભાઈ, હોરુભાઈ આસલગામ, જાદવભાઈ બાવળિયા, રસિકભાઈ જાપડીયા, ગોરધનભાઈ દેઢાંણી, બાબુભાઈ મજેઠીયા, વલ્લભભાઈ, બાબુભાઈ મેર, બુધાભાઈ કાગળિયા, વિનુભાઈ કાગળિયાં, સાગરભાઈ રાજપરા, દીપકભાઈ, હરેશભાઈ સોલંકી, વનરાજ જમોડ, રસિક રોજસારા, ધાર્મિક રાઠોડ, ધીરુભાઈ વેગળ, રાજુભાઈ મિયાત્રા, છગનભાઈ ડાંગર, ભરતભાઈ ચૌહાણ, નીતિનભાઈ જાપડીયા, સહિતના જોડાયા હતા. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)