સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

જામકંડોરણામાં દુધ મંડળીમાં ધ્યેય નિર્ધારણઃ

જામકંડોરણાઃ દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ત્રણ દિવસનો દુધ ઉત્પાદકો માટેનો ધ્યેય નિર્ધારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા દુધ સંઘના અધિકારીઓ અશ્વિનભાઇ સતાસીયા, ક્રિષ્નાબેન રાબડીયા તથા દિવ્યાબેન વરસાણીએ હાજર રહી દુધ ઉત્પાદકોને આગામી પાંચ વર્ષનું આયોજન તેમજ સહકારી મંડળીનો ઉદભવ કેવી રીતે થયો, પ્રાઇવેટ વેપારીઓથી મુકિત, પશુપાલન, પશુઓમાં રસિકરણ કરાવવાથી થતા ફાયદા, પશુ આહારમાં રાજદાણ અને મીનરલ મીક્ષચરનું મહત્વ, કૃમિ નાશક દવાથી થતા ફાયદા, પશુદીઠ દુધ વધારવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં જામકંડોરણા દુધ ઉત્પાદક સહ. મંડળીના પ્રમુખ પરસોતમભાઇ કોયાણી, મંત્રી દામજીભાઇ કોયાણી તેમજ મંડળીના દુધ ઉત્પાદક સભાસદોએ હાજરી આપી હતી. કાર્યશાળા યોજાઇ તે તસ્વીર.

(2:04 pm IST)