સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કોંગ્રેસના બે મહિલા સહીત ત્રણ કાર્યકરો ઉપર હુમલો

ભાજપના 6 થી 7 કાર્યકરોએ લાકડી અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હોવાની કેફિયત

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ત્રણ મહિલા કાર્યકરો પર હુમલાની ઘટના સામે આવી છે.બે મહિલા સહિત 3 કાર્યકરો ધાંગધ્રાના કાપેલી ધાર વિસ્તારમાં પેટા ચૂંટણીના પ્રચારાર્થે ગયા હતા.તે સમયે તેમના પર આ હુમલો થયો હતો.

  હુમલાનો ભોગ બનેલા કોંગ્રેસના કાર્યકરોના કહેવા મુજબ ભાજપના 6 થી 7 કાર્યકરોએ લાકડી અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. હાલ ત્રણેય ઈજાગ્રસ્ત કાર્યકરો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કોંગ્રેસના કાર્યકરો પર થયેલા આ હુમલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:52 pm IST)