સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ધારીના કરમદડી ગામમાં પીવાના પાણીની હૈયાહોળી : અનેક રજૂઆત છતાં ઉકેલ નહીં:મતદાન બહિષ્કારની ચીમકી

અમરેલી જિલ્લામાં ટેન્કર રાજ ચાલે છે. ધારીના છેવાડાના કરમદડી ગામમાં પીવાના પાણી માટે દરરોજ હૈયા હોળી થાય છે. ગ્રામજનોએ નેતાઓને અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ નથી મળ્યું. જો પાણી નહીં મળે તો ગ્રામજનોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

  મહિલાઓને દૂર દૂર સુધી બળબળતા તાપમાં પાણી લેવા ભટકવું પડે છે. તો લોકો પૈસા આપીને ટેન્કરો મંગાવવા પડે છે.

   સૌરાષ્ટ્રમાં અનેક ગામડાઓ અને હજારોની વસ્તી પીવાનાં પાણી માટે વલખા મારે છે.ત્યારે ગુજરાતનાં પછાત જિલ્લા એવા અમરેલીની સ્થિતી ખુબ જ દયનીય છે. અમરેલી જિલ્લાનાં અનેક ગામડાઓમાં આજે પણ ટેન્કર રાજ ચાલે છે. તેમજ પીવાનાં પાણી માટે લ કાયદેસરનું બેડા યુદ્ધ થાય છે.

(1:16 pm IST)