સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

હળવદમાં હોજમાં ડુબી જતા વિદ્યાર્થીનું મોત

મારવાડી કોલેજનો વિદ્યાર્થી યુવરાજસિંહ કામલીયા (ઉ.વ.૨૦) તેના મિત્ર સાથે સુસવાવ ગામની સીમમાં ન્હાવા જતા મોત થતા અરેરાટી

હળવદ તા.રરઃ મોરબી જિલ્લાના હળવદના સુસવાવની સીમમાં પાણીમાાં ડુબી જવાથી મૂળ કેશોદનાં અને રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી યુવરાજસિંહ કામલીયા (ઉ.વ.૨૦)નું મોત થતાં અરેરાટી વ્યાપી થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદનો યુવરાજસિંહ રણવીરસિંહ કામલીયા (ઉ.વ.૨૦) રાજકોટની મારવાડી કોલેજમાં રહીને અભ્યાસ કરે છે.

ગઇકાલે હળવદમાં રહેતા તેના મિત્રો સાથે રજા હોવાથી હળવદ મિત્રો સાથે ફરવા ગયા હતા.

હળવદથી થોડે દૂર સુસવાવ ગામની સીમમાં તેઓ મિત્રો સાથે વાડીમાં બનાવેલા હોજમાં ન્હાવા ગયા હતા જયાં યુવરાજસિંહ કામલીયાનું ડુબી જવાથી મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહને પી.એમ. કરીને વતન કેશોદ ખાતે મોકલી દીધેલ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે(૧.૧૧)

(12:21 pm IST)