સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ઓખા કોસ્ટગાર્ડ જવાનો દ્વારા યાત્રાધામ બેટ ટાપુ પર સર્વરોગ નિદાન કેમ્પ સાથે સ્વચ્છતાઃ સુરક્ષા જાગૃતી અભીયાન...

ઓખા તા.૨૨: ઓખા કોસ્ટગાર્ડ જવાનો દ્વારા ઓખા મંડળ દેવભુમી દ્વારકા જીલ્લાની દરીયા સુરક્ષા માટે હમેશા તેનાત રહે છે. કોસ્ટલ એરીયાની સુરક્ષા સાથે કોસગાર્ડ જવાનો દ્વારા આ વિસ્તારના લોકોમાં સુરક્ષા અંગેની જાગૃતી લાવવા દર સપ્તાહમાં એક દિવસ લોક જાગૃતી માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જે અર્તગત આજ રોજ ઓખા બેટ શખોદ્વાર ટાપુ પર સર્વરોગ નીદાન કેમ્પ સાથે સ્વચ્છતા અભિયાન તથા માચ્છીમારી અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યાત્રાળુ સાથે માચ્છીમારી ભાઇઓ જોડાયા હતા. અહી મેડીકલ કેમ્પમાં ૭૦ થી વધુ દર્દીઓને બ્લડપેશર ચેકપ સાથે સારવાર કરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઓખા આઇ એનએસ દ્વારકા નેવીના સર્જન લેપ્ટન ડો.અરૂણ તથા તેમની મેડીકલ ટીમે ખુબજ સારી જ.હેમત ઉઠાવી હતી. તથા કોસગાર્ડના જવાનોએ બેટ ટાપુના કીનારાની સફાઇ કરી અહીના માચ્છીમારોને સુરક્ષા અંગેની માહીતી આપી હતી. અને માચ્છી મારોને કોસગાર્ડની આંખ અને કાન બનવા અનુરોધ કર્યો હતો... આ પ્રસંગે ઓખા બેટના અગ્રણીય શ્રી અજયભાઇ રાઠોડે કોસગાર્ડ જવાનોનો આભાર માન્યો હતો.

(12:03 pm IST)