સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

જામકંડોરણામાં હનુમાન જયંતિની ઉજવણી :

જામકંડોરણા : બાલાજી ચોકમાં હનુમાન મંદિર, ચાંદની ચોકમાં સપ્તમુખી હનુમાનજી મંદિર સહિતના વિવિધ મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી નિમિતે બટુક ભોજન, કથા, પ્રસાદ, પૂજન, આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જામકંડોરણાના તાલુકાના જશાપર ગામે કનારીયા હનુમાનજી મંદિરે પણ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતુ. ભાવિકોએ પૂજન, અર્ચન તથા પ્રસાદનો લાભ લીધો હતો. હનુમાન જયંતી ઉજવણીની તસ્વીર. (તસ્વીર : મનસુખભાઇ સી.બાલઘા, જામકંડોરણા)

(11:54 am IST)