સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ધોરાજીમાં ચલણી નોટ ઉપર જૂગાર રમતા ૭ શખ્સો ઝડપાયા

ધોરાજી, તા.૨૨: રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના તથા નાયબ પોલીસ અધિક્ષક ભરવાડ ની સૂચના અન્વયે ધોરાજી પો.ઈન્સ વી એચ જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વસાવા, પોલીસ સ્ટાફે હકીકત આધારે ધોરાજી ગેલેકસી ચોકમાં સરકારી હોસ્પિટલ ની દીવાલ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી/બેકીનો પૈસાની લેતી દેતી કરી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧ લતીફ આરીફભાઈ ,૨ એજાજ ઉર્ફે કેસર ફારૂકશાહ,૩ મુન્નાવર ઉર્ફે મુન્નો, ૪ આવેશાહ ઉર્ફે ડાડો હુસેન, ૫ અહેમદ ગફારભાઈ, ૬ સોકત સીદિકભાઈ, ૭ અમીન જુસબભાઈ રહે બધા ધોરાજી વાળાને રોકડા રૂપિયા ૧૬૩૭૦/-ના મુદ્દામાલ સાથે આરોપી ઓને ઝડપી પાડીને ગૂનો નોધીને તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)