સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

પોરબંદર જિલ્લો ''પાસા'' તથા અટકાયતી પગલાની કામગીરીમાં રાજયમાં પ્રથમ સ્થાને

પોરબંદર તા. રરઃ પોરબંદર જિલ્લો ''પાસા'' તળે ધરપકડ તથા અટકાયતી પગલા લેવામાં સૌથી વધુ કામગીરી કરીને રાજયમાં પ્રથમ સ્થાને આવેલ છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી ૪૪૩૦ અટકાયતી પગલાઓ તથા ૩૩ બુટલેગરોની ''પાસા'' તળે ધરપકડો કરીને જેલ હવાલે કરે લ છે ૮૪ શખ્સોને તડીપાર તેમજ પ્રોહીબીશન કલમ હેઠળ ૮૭૩ સામે અટકાયતી કાર્યવાહી કરાય છે.

જૂનાગઢ રેન્જ આઇશ્રી સુભાષ ત્રિવેદીની સુચના અને પોરબંદર એસપીશ્રી ડો. પાર્થરાજસિંહ ના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર પી. વી. દરજી તથા પીએસઆઇ એચ. એમ. ચુડાસમાએ પેટ્રોલીંગ દરમિયાન કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજા અને સંજયભાઇ ચૌહાણને મળેલ હકીકતના આધારે વધુ એક બાઇક સવાર આનંદ ઉર્ફે મામુ વશરામને ત્રણ હજારના દેશી દારૂ સાથે પકડી પાડેલ છે બાઇક સહિત કુલ ૩૩,પ૦૦નો મુદામાલ કબજે કર્યો છે.

(11:52 am IST)