સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ધોરાજીની સરકારી હોસ્પીટલમાં આંખોના દાન માટેની સુવિધાઓ ચાલુ કરોઃ આરોગ્ય મંત્રીને રજુઆત

ધોરાજી તા. રર :.. ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે આંખોના દાન અંગે આરોગ્ય મંત્રીને પત્ર લખીને જણાવેલ કે દેશમાં અંદાજે ૧ કરોડ જેટલા લોકો આંખોની બીમારી અથવા અન્ય કારણોસર અંધ છે.

અને આવા લોકોને આંખોના દાનથી નવી આંખો બેસી જાય તો આવા લોકોની જીવન અંધારામાંથી અંજવાળા પથરાશે આ અંગે ધોરાજી જ નહી પરંતુ સમગ્ર ગુજરાતની તાલુકા અને જીલ્લા લેવલની તમામ સરકારી હોસ્પીટલો ખાતે આંખોના દાનની સુવિધા ચાલુ કરવા અને તે અંગેની કીટો અને માર્ગદર્શન તંત્ર દ્વારા તાત્કાલીક અપાવ અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ સૌથી વધુ આંખોના દાન કરી સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરશે અને આ અંગે મરણ ગયેલ વ્યકતીના પરીવારજનોને સમંતી ફોર્મ દરેક હોસ્પીટલ ખાતે રાખવા જેથી લોકો હેરાન ના થય આ અંગેની શરૂઆત ધોરાજી સરકારી હોસ્પીટલ ખાતે શરૂ કરવા માનવ સેવાના ધર્મેન્દ્ર બારીયા અને ભોલાભાઇ આ અંગે ઉચ્ચકક્ષાએ  રજૂઆત કરેલ છે.

(11:50 am IST)