સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

જામકંડોરણાની ૧૦૮ના સ્ટાફે દર્દીનો બે લાખ જેટલો મુદ્દામાલ પરત આપી પ્રામાણીકતા બતાવી

ધોરાજી, તા.૨૨: આજના આધુનિક યુગ મા ચોરી, લુંટફાટ, ખૂન, બળાત્કાર જેવા ગુનાહીત કૃત્યો દિવસેને દિવસે વધતા જાય છે. આવા અપરાધો વચ્ચે પણ ખારા રણમાં મીઠી વિરડી હોય તેવા જવલ્લેજ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. કળિયુગમાં પણ પ્રામાણીકતાના દીપકને પ્રજવલીત રાખવાનું કામ જામકંડોરણાની ૧૦૮ના EMT ડો અક્ષ્વિનભાઈ પંપાણીયા તથા પાયલોટ ઈન્દુભા ગોહિલે કર્યુ છે ગત રાત્રે ૧૨.૪૯ કોઇ અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યો કે ગોંડલ રોડ જામકંડોરણાથી બે કિલોમીટર દૂર ડાર્યવઝનની અંદર નિર્મલભાઈ બસીયા નામ બાઈક ચાલકનુ અકસ્માત થયેલુ છે તે દર્દીને સારવાર માટે રાતરાત્ર૧૦૮ ગઈ હતી આ ધટના સ્થળેથી મોબાઈલ ફોન રોકડ ATM કાર્ડ સોનાનો ચેન મળી કુલ બે લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો બાઈક ચાલકને સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયો અને દર્દીની વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરાયા છે ધટના સ્થળે તેમને મળેલા રોકડ રકમ સહિત બે લાખના મુદ્દામાલને દર્દીના સગા સંબંધીઓને આપીને પ્રામાણીકતાનુ ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

(11:43 am IST)