સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ગૌરક્ષક સેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા દરરોજ ૩૦થી ૪૦ મણ લીલા ઘાસનું વિતરણ

ધોરાજી, તા.૨૨: ગૌ રક્ષક સેવા સમિતી ટ્રસ્ટ જામ કંડોરણા દ્વારા દરરોજ જામ કંડોરણા માં અલગ અલગ સ્થળ નગર નાકે,ભાદરાના નાકે, તળાવ પ્લોટ, જયાં ગાયો અને વાછરડાનો વસવાટ વધુ છે ત્યાં ગૌ રક્ષક સેવા સમિતી તરફથી લીલું ઘાસનું વિતરણ કરવામાં આવે છે. એટલે કે જયાં સુધી વરસાદના થાય ત્યાં સુધી દરરોજ લીલું ઘાસ વિતરણ કરવામાં આવશે.

આ સેવા કાર્યમાં સમિતી પ્રમુખશ્રી ક્રિપાલસિંહ જાડેજાની આગેવાનીમાં સભ્યશ્રી રાજપાલસિંહ રાયજાદા, રવીન્દ્રસિંહ ચુડાસમા,રવજી ભરવાડ, ભનુભાઈ પટેલ,વિમલભાઈ પટેલ, રોહિતસિંહ ચૌહાણ, સાગર ભરવાડ, વિપુલ રબારી, શકિતસિંહ, વિસાલસિંહ, રાજેન્દ્રસિંહ જાડેજા,ઇન્દ્રજીતસિંહ વાળા,વનરાજસિંહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ વાળા,ઇન્દ્રજીતસિંહ જાડેજા, અલ્પેશભાઇ બાલધા,દિનેશ રાઠોડ, બધા દરરોજ લીલા વિતરણ કરવામાં નિસ્વાર્થ રીતે પોતાની સેવા આપે છે. લીલાઘાસની વિતરણની શરૂઆત જામ કંડોરણા તાલુકા પંચાયતના ચેરમેનશ્રી કરણસિંહજી જાડેજાની હસ્તે કરાવી હતી.

જયાં સુધી વરસાદના થાય ત્યાં સુધી દરરોજ સમિતી તરફ થી લીલાનું વિતરણ કરવાનો દ્રઢ સંકલ્પ લીધેલ છે.

દરરોજ ૩૦ થઈ ૪૦ મણ લીલાની વિતરણ કરવામાં આવે છે અને આ ભગીરથ કાર્ય ચાલુ છે.

(11:40 am IST)