સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

મોટી પાનેલીની સરસ્વતી ધામ શાળાના બાળકો દ્વારા ઘરે ઘરે જઈને કાપલી આપી મતદાન કરવા અપીલ

મોટી પાનેલીઃ ઉપલેટા તલુકાના મોટી પાનેલી ખાતે આવેલ  સરસ્વતી ધામ શાળા દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા અનોખી પહેલ કરી છે. જેમાં શાળાના બાળકોએ ઘરે ઘરે જઈને લોકોને એક કાપલી આપી મતદાન કરવા જરૂર જરૂરને જરૂર જાસો જે કાપલીમા બાળકો કહ્યું છે કે, અમારું લાંબુ ભવિષ્ય તમારા હાથમા છે માટે અમ નાના બાળકોનાના ભવિષ્ય માટે દેશ હિતને ધ્યાનમાં લઇ કોઈપણ લોભ લાલચ કે ક્ષણિક ફાયદો. કે પછી જ્ઞાતિ જાતિના કે ધર્મને ધ્યાનમા લિદ્યાવીના દેશના અમારા જેવા કરોડો બાળકો અને દેશ હિટને ધ્યાનમા લઇને મતદાન કરશો. લી. તમારું જ નાનું બાળક. શાળાના નાના બાળકોની આ અનોખી પહેલથી ગ્રામજનોમાં ભાવુકતા જોવા મળેલને શાળાના વાલીશ્રીઓ એ તો પોતાના બાળકોને વચન પણ આપેલ કે જરૂર મતદાન આપવા જાસુ અને ચોક્કસ દેશહિત અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી મતદાન કરશુ.સાથેજ શાળાની આ પહેલને પણ બિરદાવી હતી.

(11:37 am IST)