મોટી લીડ મળવાનો સાગઠિયા-ભરતસિંહને પૂરો વિશ્વાસ છે
ખીરસરા તા. રરઃ.. લોધીકા તાલુકાના ગામડામાં લોકસંપર્કમાં નિકળેલ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા ભાજપ અગ્રણી મનસુખભાઇ સરધારા તાલુકા પંચાયત પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા યુવા ભાજપ મોહનભાઇ દાફડા, છગનભાઇ મોરડ, મોહનભાઇ ખુટ ૈઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર, તાલુકા સદસ્ય દિગુભા જાડેજા, ભીખુભાઇ ડાંગર, હરભમભાઇ કુગશીયા, માવજીભાઇ સાગઠીયા, તેમજ તાલુકાના તમામ આગેવાનોને લોકસંપર્કમાં પ્રજા દ્વારા બહોળો પ્રતિસાદ મળેલ છે.
ફરી નરેન્દ્રભાઇ મોદીની સરકાર બને દેશ મજબુત થાય તેવી આશા વ્યકત કરતા તાલુકાના આગેવાનોને લોધીકા તાલુકામાં મોહનભાઇ કુંડારીયાને જંગી લીડ મળશે તેવો પ્રજા પર સંપૂર્ણ વિશ્વાસ છે તેવુ ધારાસભ્ય લાખાભાઇ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા જણાવે છે.