સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

જોડીયાની ભુગર્ભ ગટર યોજના લોકો માટે આશિર્વાદને બદલે અભિશાપ સાબિત થઇ

જોડીયા માટે વિકાસના રૂ.૧૦ કરોડ અણધડ નીતિથી દૂષિત પાણીમાં ગયા!!

જોડીયા તા.રરઃ ધુણામાં આવેલ જામનગર જિલ્લાના જોડીયા વિસ્તારમં વિકાસના નામે ૧૦ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાનું નિમાર્ણ થયું હતું.

છ વર્ષ થયા પ્રજાકિય સફળતા મળવાના બદલે કેન્દ્ર અને રાજ્યની ખર્ચાળ ઉપયુકત ભુગર્ભ ગટર યોજના સરકારી તંત્રના પાપે મૃતપ્રાય થતાં જેના પરિણામ સ્વરૂપ લોકો માટે નર્કનો અનુભવ રોજ બરોજ કરી રહ્યા છે.

શેરી અને જાહેર માર્ગો પર છલકાતી કુંડીયોથી દૂષિત પાણીથી જનઆરોગ્ય ઉપર ખતરો મંડાય રહ્યો છે. પંચાયત બોડી દ્વારા અનેક વખતોવખત સ્થાનિક તંત્ર અને જિલ્લા તંત્રના અધિકારી સાથે બેઠક યોજી ચુકયા છે. છતા પરિણામ શુન્ય...?

તાલુકા મથક જોડિયા ગામ માટે સરકારનો આ કેવો વિકાસ...? લોકોને વિનાશથી કયારે મુકિત મળશે. આના જવાબ '' ભગવાનૂ પાસે પણ નથી, જોડીયાવાસીઓમાં વિકાસના મુદ્દે નિરાશાની લાગણી જન્મી છે.

(9:50 am IST)