સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd April 2018

મોરબી ડેપોની જુદા જુદા રૂટની 16 બસોના રાત્રી રોકાણ બંધ : ગ્રામ્ય મુસાફરો અને ધારાસભ્યએ ડેપો મેનેજરને કરી રાજુઆત

મોરબી ડેપોની જુદા જુદા રૂટની ૧૬ જેટલી બસો ગામોમાં રાત્રી રોકાણ કરતી હોય જે બસો એકાએક બંધ કરી દેવાતા ગ્રામ્ય મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેની મુશ્કેલી નિવારવા માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી ડેપો મેનેજરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.

   મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ડેપો મેનેજર અશોક કરમટા સાથે મુલાકાત કરી હતી તેમજ વિભાગીય નિયામક એસટી રાજકોટને રજૂઆત કરી  બ્રિજેશ મેરજાએ એસટી ડેપોની મુલાકાત લઈને જાત માહિતી મેળવી હતી જેમાં ડેપોની યાંત્રિક વિભાગની ખાલી જગ્યાને લીધે બસનું મરામત કામ ખોરંભે પડે છે અને આઠ લાખ કિમી ચાલી ગઈ હોય તેવી બસો વારંવાર બગડે છે જેથી મુસાફરો અંતરિયાળ વિસ્તારમાં રઝળી પડે છે જેથી ધારાસભ્યે ડેપો મેનેજર સાથે મુલાકાત કરીને આઠ લાખ કિમી ચાલી ગયેલી બસ કંડમ કરવી, નવી બસો મુકવી, ડેપોમાં પીવાનું પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી સુવિધાઓ આપવાની માંગ કરી હતી તેમજ મદદનીશ ટ્રાફિક કંટ્રોલર જેવી ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરવામાં આવી છે.

(10:43 pm IST)