સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd March 2023

રૂા. ૭૦ લાખના ખર્ચે લાઠી-બાબરા તાલુકામાં બે પેટા આરોગ્‍ય કેન્‍દ્ર મંજૂર

લાઠી - બાબરા - દામનગર વિધાનસભાના ધારાસભ્‍યની રજૂઆતનો પડઘો

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૨૨ : અમરેલી જિલ્લાના (૧) આંબરડી, તા. લાઠી, અને ઘુઘરાળા, તા. બાબરા, જિ. અમરેલી મળીને એમ કુલ બે ગામોમાં પેટા આરોગ્‍ય કેન્‍દ્ર જનકભાઈ તળાવિયાની ભારપૂર્વકની રજૂઆતના કારણે મંજૂર થયેલ છે. પ્રત્‍યેક પેટા આરોગ્‍ય કેન્‍દ્ર માટે રૂા. ૩૫ લાખની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પેટા આરોગ્‍ય કેન્‍દ્રમાં બાંધકામની પ્રક્રિયા હાથ ધરાશે. ચાલુ વર્ષે આ બે આરોગ્‍ય કેન્‍દ્ર માટે સરકાર દ્વારા દસ દસ લાખની ફાળવણી કરતા ટૂંક સમયમાં આ બંને પેટા કેન્‍દ્રોના બાંધકામ શરૂ થશે બાકીની રકમની તબક્કાવાર ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવશે એમ ધારાસભ્‍ય જનક તળાવિયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:39 pm IST)