સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd March 2023

મોરબીના ઘુંટુ પાસે કેનાલમાંથી પરપ્રાંતીય યુવાનની લાશ મળી

  (પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા. ૨૨ : મોરબીના ધુટુ ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી યુવાનનો મળતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ધુટુ ગામ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવાનનો મળતદેહ મળી આવ્‍યો હોય જેની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમે દોડી જઈને મળતદેહને પી એમ માટે ખસેડી ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. મોરબી તાલુકા પોલીસના તપાસ અધિકારી જે પી વસીયાણીએ જણાવ્‍યું હતું કે મળતક યુવાન મુકેશભાઈ જુવાનસિંહ મંડલોય (ઉ.૩૫) રહે-ઉંચી માંડલ ગામની સીમમાં ફ્‌લેશ કારખાનાના લેબર કવાર્ટર વાળો હોવાનું જાણવા મળ્‍યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

(2:31 pm IST)