સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd February 2020

મોરબી બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા શિવરાત્રીની ઉજવણી

મોરબીઃ શિવરાત્રિના પાવન પર્વ નિમિત્ત્।ે બ્રહ્માકુમારી સેન્ટર મોરબી દ્વારા શિવરાત્રી નિમિત્ત્।ે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર મોરબીના રાજયોગીની બ્રહ્માકુમારી ચંદ્રિકાબહેન કે જેઓ આ સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા છે તેઓ શિવરાત્રી વિશે જણાવે છે કે શિવરાત્રી એટલે કોઈ એક દિવસની રાત્રી નહીં, પરંતુ આ કળિયુગરુપી રાત્રીમાંથી પરમપિતા પરમાત્મા શિવ આપણને બધાને સારા સંસ્કારો, સારા ગુણો ધારણ કરવાનું શીખવીને નવી સતયુગી દુનિયા અને ઘર ઘર ને સ્વર્ગ સમાન બનાવવા માટે જ્ઞાન આપે છે.  આ ગુણો અને સંસ્કારોને ધારણ કરીએ તો જ સાચી શિવરાત્રી મનાવી કહેવાશે. ઉપરાંત મનને જેટલું સકારાત્મકતા, સારા વિચારો આપીશું તેમજ આધ્યાત્મિકતા તરફ વાળીશુ તો જ દ્યરે દ્યર સ્વર્ગ સમાન બનશે.સાંસદ મોહનભાઈ કુંડારીયા એ પણ જણાવ્યું કે જેમ એક ગામ અથવા શહેર ત્યારે જ સ્વચ્છ અને સુંદર બને છે જયારે એ ગામના લોકો જાગૃત હોય અને તે પણ સ્વચ્છતા જાળવે તો ગામ અથવા શહેર સુંદર બને છે. તેવી જ રીતે દરેક વ્યકિત પોતે પણ પોતાના મનને સકારાત્મક, પવિત્ર અને આધ્યાત્મિક વિચારો દ્વારા સુંદર બનાવે એ જ પરમાત્મા શિવ ને શિવરાત્રી નિમિત્ત્।ની આપણી સાચી શ્રદ્ઘા અથવા સમર્પણ કહેવાશે.શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી તે તસ્વીર.

(11:38 am IST)