સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 21st February 2020

માળીયાના ઘાટીલા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે સુરેશ ચીમનભાઈ નાયક ઝડપાયો

ખારા વિસ્તારમાં રહેતા સુરેશ ચીમનભાઈ નાયકને વિદેશી દારૂની 4 બોટલ સાથે ઝડપી લેવાયો

માળિયાના ઘાટીલા ગામ નજીકના વિસ્તારમાંથી માળિયા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના ઘાટીલા ગામ નજીક ખારા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ચીમનભાઈ નાયકને વિદેશી દારૂની બોટલ નંગ-૪ કીમત રૂ.૧૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 am IST)