સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd February 2019

ઓખાના ધડેચીમાં પ્રાથમિક શાળા કુમાર-છાત્રાલયનો વાર્ષિકોત્સવ સંપન્ન

ઓખા મંડળ વિદ્યા વિસ્તાર કેન્દ્ર સંચાલિત ધડેચી વાચ્છુ અનુદાનીત નિવાસી પ્રાથમિક શાળા અને કુમાર કન્યા છાત્રાલયનો વાર્ષિક મહોત્સવ ૨૦૧૯ યોજાયો. ઓખા મંડળ વિદ્યા વિસ્તાર કેન્દ્ર દ્વારકાની સ્થાપના ૧૯૭૫માં કરવામાં આવી હતી. જેમના આધ્યા સ્થાપક અને પ્રેરણાદાયક પ્રો. શ્રી ડી.એસ. કેર રહેલ. આજે ૪૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. સાથે ચાર સંસ્થાઓ ખુબ જ પ્રગતિથી ચાલે છે. જેમાં ૧ થી ૮ પ્રાથમિક શાળામાં ૧૫૦ તથા માધ્યમિક કુમાર છાત્રાલયમાં ૮ થી ૧૨ ધોરણમાં ૧૫૦ આમ કુલ ૩૦૦ બાળકો અભ્યાસ કરે છે. અને કન્યા છાત્રાલય વરવાળામાં પ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા છે. ગઇકાલે ઓખા મંડળ વિધા વિસ્તાર કેન્દ્રનો વાર્ષિ મહોત્સવ ધડેચી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કન્યાઓ દ્વારા પ્રાર્થના તથા ગણેશ વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ સુંદર નાટકો વગેરે જેવી કૃતિઓ રજુ કરવામાં આવેલ આ પ્રસંગે અખીલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ જગદીશભાઇ શાસ્ત્રીજીએ સર્વે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઓખા મંડળ વિદ્યાવિસ્તાર કેન્દ્રના કારોબારી સમિતિના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંત્રીશ્રી રામભા હોથીભા કેરે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં આવેલ મહેમાનો દ્વારકા તાલુકાના શિક્ષણ ટી.પી.ઇ.ડી., સી.આર.સી., બી.આર.સી. તથા દ્વારકા અને મીઠાપુર કોલેજના અધિકારીઓ સાથે તાતા કેમી. ટી.સી.એસ.આર.ડી. ના અધિકારીઓ, આર્મીમેનો અને આર.એસ.એસ.ના હોદ્દેદારો તથા પત્રકારો ખાસ ઉપસ્થિત રહેલ. તથા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા છાત્રાલયના ગૃહમાતા-ગૃહપતિઓ એ ખુબ જ સારૂ આયોજન કરેલ.(૧.૧)

 

 

(12:08 pm IST)