સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

જામનગર કુખ્યાત જયેશ પટેલને હાજર થવા કોર્ટનો આદેશ

હથિયાર ધારા, ધાકધમકી કેસમાં કોર્ટનું કડક વલણ

જામનગરમા કુખ્યાત જયેશ પટેલને હાજર થવા કોર્ટે આદેશ કર્યો છે જયેશ પટેલ સામે  હથિયાર ધારા, ધાકધમકી કેસમાં કોર્ટએ કડક વલણ દાખવ્યું છે જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે.

 જામનગરમા ગુજસીટોક હેઠળ પાંચમી ફરિયાદ નોંધાઇ હતી  જે અંતર્ગત જામનગરમા કુખ્યાત જયેશ પટેલ સહિત ગેંગ સામે ફરિયાદ નોંધાઈ હતી . જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી હતી 

(11:51 pm IST)