સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરદાદા જશરાજજીના શહિદ દિનની સાદાઇથી ઉજવણી

કોરોના મહામારીનાં કારણે સામુહીક કાર્યક્રમો આ વર્ષે રદઃ લોહાણા સમાજ દ્વારા ભાવવંદના

રાજકોટ, તા. રર :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શહિદ વિરદાદા જશરાજજીના શહિદ દિનની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના મહામારીના કારણે આ વર્ષ સામુહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

લોહાણા સમાજ દ્વારા ભાવવંદના કરીને આરાધ્ય દેવ વિરદાદા જશરાજજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

કેશોદ

(કમલેશ જોષી દ્વારા) કેશોદઃ કેશોદ જલારામ મંદિર દ્વારા આજે વીર દાદા જસરાજ ની પુણ્યતિથિ કોરોનાની પરિસ્થિતિને લઇને સાદાઇથી ઉજવવાનું આયોજન જલારામ મંદિર કેશોદ તેમજ જ્ઞાતિના આગેવાનો ડો. સ્નેેહલ તન્ના. દિનેશ ભાઇ કાનાબાર.કૌશીક નથવાણી. વગેરેના સહયોગથી કરાયું છે. આ નિમિતે જ્ઞાતિ પ્રસાદી તેમજ સાંજે મહાઆરતી તથા રાત્રે ધૂન ભજનનો કાર્યક્રમ જલારામ મંદિરે રાખેલ છે દરેક જલારામ ભકતોએ માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળવાના રહેશે તેમ યાદીમાં જણાવાયુ છે. (૯.૮)

''વીરદાદા જસરાજ''

રઘુવંશીની વિરતા જેણે દીપાવી હતી

ક્ષાત્રત્વની જયોત સદા તેણે જલાવી હતી

મલેચ્છોના મુખથી જેણે ગાયોને બચાવી હતી

રોમે રોમે ભર્યુ હતું શૌર્ય રગેરગ વિરતા પમાવી હતી

ગાય માતાના આર્તનાદથી લગ્ન મંડપ છોડી ગયા

ચોરીએ ચડેલ એ વિર ગાય માતા બચાવવા દોડી ગયા

મલેચ્છોની મારી એ વિર વિરગતીને પામી ગયા

એવી બતાવી વિરતા એ વિરતાના સ્વામિ થયા

સંગ્રામ પંથે પર હટી એ અમરતત્વ પામી ગયા

અવતરી રઘુવંશીમાં એ નામ અમર કરી ગયા.

''સલામત'' સદાય કરશે યાદ એ રઘુવંશીઓ બલીદાનને

મોતની મસ્તી માણી એ પ્યારા થયા ભગવાનને.

સંકલન :

''સલામત'' મુકુંદરાય ડી જસાણી બાબરા

(1:04 pm IST)