સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

રાણાવાવમાં ૩૦ બોટલ દારૂ ઝડપાયો

પોરબંદર, તા.૨૨: રાણાવાવમાં રબારી કેડામાં મકાનમાં રેઇડ કરીને પોલીસે લખમણ પાંચાભાઇ મકવાણાના કબજામાંથી ૩૦ બોટલ ઇંગ્લીશ દારૂ કિં.૧૪૭૦૦નો પકડી પાડયો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર  તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની  દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય ના.પો.અધિ.શ્રી ર્ંસ્મીત ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી પી.ડી.જાદવ સાહેબ તથા પો.સ્ટાફ માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ સંજયભાઇ તથા જયમલભાઇને મળેલ સયુકત ચોકકસ હકિકત આધારે રાણાવાવ વાગડીયાવાસ પાસે મોટા રબારી કેડામાં રહેતા લખમણ પાંચાભાઇ મકવાણા ઉ.વ-૨૩ રહે. રાણાવાવ મોટા રબારી કેડા જી.પોરબંદર વાળાને ત્યાં પંચો સાથે રેઇડ કરતા ગે.કા. પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ભોગવટાના વાડામાંથી ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની મેકડોવેલ્સ નં.૧ સુપ્રીયર વ્હીચ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી માર્કાની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલપેક બોટલ નંગ-૩૦ કિ.રૂ. ૧૪,૭૦૦/ના મુદામાલ સાથે પકડી પાડી રાણાવાવ પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ ર્ંકામગીરી કરનાર્રં ૅં-આ કામગીરીમા રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.ડી.જાદવ તથા એએસઆઇ એમ.ડી.મકવાણા, હેડ કોન્સ્ટેબલ જે.પી.મોઢવાડીયા, યુ.કે.વરૂ, કોન્સ્ટેબલ સંજયભાઇ, હિમાંશુભાઇ, જયમલભાઇ, સરમણભાઇ, પરબતભાઇ, વિગેરે રોકાયેલ હતા.

(11:51 am IST)