સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

વાંકાનેર : શ્રી બોલેબાબાજી સમાધી મંદિરે શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી બડા અખાડાનું રોકાણ

વાંકાનેર,તા.૨૨ : જૂનાગઢમાં ભવનાથ તળેટી માં ગિરિરાજ ગિરનાર તળેટીમાં જ્યાં ચોષઠ જોગણી અને સિદ્ધ ચોરાસી ના બેસણા છે એવી આ ગિરનાર ની તપોભૂમિમાં શ્રી ભવનાથ મહાદેવ મંદિર પાસે આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા , જયશ્રી ભોલેબાબા  સમાધિ મંદિર ખાતે  પૂજ્ય સદગુરૂદેવ  ૧૦૦૮ શ્રી ભોલેબાબાજી ના પાવન સાનિધ્યમાં તેમજ જ્યાં પૂજ્ય બાબાજીએ આ જગ્યામાં ઉદાસીન આચાર્યદેવ  ૧૧૦૮  જગતગુરૂ શ્રી ચન્દ્ર ભગવાન ની મૂર્તિ -ાણ પ્રતિષ્ઠા કરેલ છે એવી આ પાવન ભૂમિમાં મહંત શ્રી સંત શ્રી ગંગાદાસજી મહારાજશ્રી નામાર્ગદર્શન હેઠળ શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા  (અલ્હાબાદ, ત્રિવેણી , પ્રયાગરાજ)   શ્રી પૂજ્ય મહંત શ્રી અદેતાનંદજી મહારાજશ્રી તેમજ સાઈઠ જેટલા જમાત સાથે તપસ્વી સંતો બુધવારે પધારેલા છે, અખાડાનું આગમન થતા અખાડા ખાતે મહંત પૂજ્ય સંત શ્રી ગંગાદાસજી મહારાજશ્રી  તેમજ પૂજ્ય સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના ભકતજનોએ ઉસ્માભર્યું સ્વાગત કરેલ હતું, તેમજ  અખાડા સાથે બિરાજમાન શ્રી ચદ્રંભગવાનશ્રીનું પૂજન અર્ચનાવિધિ, આરતી મહંતશ્રી ગંગાદાસજી મહારાજશ્રી કરેલ, હાલ ત્રણ દિવસ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના પાવન સાનિધ્યમાં  બને ટાઈમ સવાર  સાંજ ઉદાસીન આચાર્યદેવશ્રી જગતગુરૂ શ્રી ચન્દ્ર ભગવાનની મહા આરતી ભકિતમયના દિવ્ય માહોલમાં થાય છે , આરતી બાદ  ધૂન , સંકીર્તન , પ્રવચન જેવા કાર્યક્રમ સોસ્યલ ડિસ્ટન દ્વારા યોજાય છે 'ભજન અને ભોજન' નૉ ત્રિવેણી સંગમ ભોલેબાબાજી મંદિરે જામ્યો છે, હરી હર ની હાકલ પડે ને અખાડા ના સાઈઠ જેટલાં સંતો ધૂન બોલીને મહા પ્રસાદ લ્યે છે ,, ૨૪ના રવિવારે મુખ્ય વિશેષ 'શ્રી ગોલા સાહેબની મહા પૂજા' કરવામાં આવશે  તેમજ આ પ્રસંગે સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય , અખાડાના ભકત સમુદાય આ મહા પૂજા માં ઉપસ્થિત રહેશે, જોડિયા રામવાડી ગ્રુપમાંથી પણ ભકતજનૉ આવનાર છે,  દિનેશભાઇ પેઢડીયા, શનિભાઈ વડેરા,  ડાયાભાઇ પટેલ, અશોકભાઈ વર્મા, તેમજ બાબાજીના ભકતજનો રવિવારની શ્રી ગોલા સાહેબ ની મહા પૂજા માં લાભ લેનાર છે  જૅ યાદી શ્રી ઉદાસીન અખાડા, ભવનાથ તળેટી ના મહંત શ્રી ગંગાદાસજી મહારાજશ્રી , તેમજ સદગુરૂદેવ ભોલેબાબાજીના ભકતજન હિતેષભાઇ રાચ્છ ની યાદીમાં જણાવાયુ છે.

(11:47 am IST)