જુનાગઢ શહેર ભાજપની ટીમ દ્વારા મુ.મંત્રી વિજયભાઇ રૂપાણીનું સન્માન
જુનાગઢ : ગઇકાલે રાજયના મુ.મંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિકાસ કામોના ખાત મુર્હુતના કાર્યક્રમો યોજાયા હતાં. ત્યારે જુનાગઢ હેલીપેડ ખાતે તેમનું આગમન થતા મેયર ધીરૂભાઇ ગોહેલ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા મહામંત્રી શૈલેષ દવે, સંજય મણવર, ડે. મેયર હિમાંશુ પંડયા અને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુ. કમિશનરશ્રી તુષાર સુમેરા સહિતના એ આવકાર્યા હતા અને કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા વિજયભાઇને ગીરનારને રોપ-વેની પ્રતિકૃતિ અર્પણ કરી સન્માન કરતા શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, શૈલેષ દવે, સંજય મણવર સાથે સાંસદ શ્રી રાજેશ ચુડાસમા કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, જયેશભાઇ રાદડીયા, સહિતના તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)