સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd January 2020

લાયસન્સ રીન્યુ કરવા લાંચ લેતા ઝડપાયેલા ભુજના નાયબ મામલતદારને ૩ વર્ષની જેલ

ભુજ,તા.૨૨: લાંચિયા સરકારી કર્મચારીઓ સામે ધાક બેસાડતો ચુકાદો ભુજ કોર્ટે આપ્યો છે. વર્ષ ૨૦૧૪ દરમ્યાન માંડવીના તલવાણા ગામ પાસે આવેલ સુદર્શન પેટ્રોલીયમના લાયસન્સ રીન્યુ માટે ભુજની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વિક્રમસિંહ રહેવર ૧૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જે કેસ ચાલી જતાં ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલે આરોપી નાયબ મામલતદારને ભ્રષ્ટાચાર અધિનિયમ તળે ત્રણ વર્ષની જેલ તથા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

(11:48 am IST)