સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd January 2020

માળીયા હાટીના ચાણકય સ્કુલનો વાર્ષિકોત્સવ

માળીયા હાટીના :.. વિદ્યારાજ ગ્લોબલ-સ્કુલ જુનાગઢ સંલગ્ન સંકુલ ચાણકય પબ્લીક સ્કુલ-માળીયા હાટીનામાં વાર્ષિક મહોત્સવ 'ઉત્કર્ષ-ર૦ર૦' નું આયોજન કરવામાં આવ્યું. ઉત્કર્ષ-ર૦ર૦ માં વિદ્યાર્થીઓએ 'બેહતર ભારત' ની થીમ ઉપર વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતાં. જેમાં ખાસ કરીને સ્વચ્છતા, બેટી બચાવો, મોબાઇલ ફોનની આડ અસરો તથા આર્મી અંગે થીમ બેઝ ડાન્સ રજૂ કર્યો હતો.  આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બલદેવપરી ગોસ્વામી સાહેબ અને અતિથી વિશેષ તરીકે મહેશભાઇ પ્રજાપતિ -જુનાગઢ તથા ઉદયભાઇ સીસોદીયા -જુનાગઢ થી પધાર્ય હતાં. બંને મહેમાન શ્રીઓએ વિદ્યાર્થી અને વાલીઓને સંબોધીને પોતાનું વકતવ્ય આપ્યું હતું. વર્ષ દરમિયાન ઉજ્જવળ પ્રદર્શન કરી વિવિધ પ્રવૃતિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ બાલુભાઇ ભોજક, ડાયરેકટર ડો. કુલદીપભાઇ  સિસોદીયા અને પ્રિન્સીપાલ ડો. સિધ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહેલા મહેમાનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો તે તસવીર.

(11:37 am IST)