સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

બગસરા પાસે અકસ્માતમાં ૬II વર્ષના દર્શ ઢોલાનું મોત

વિસાવદરના વેકરીયાના ભાવેશભાઇ ઢોલા પુત્ર દર્શને બાઇક આગળ બેસાડી બગસરા પાસે આશ્રમે જતા'તા

રાજકોટ તા.રર બગસરા પાસે વાહન અકસ્માતમાં વેકરીયા ગામના સાડા વર્ષના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.મળતી વિગત મુજબ વિસાવદરના વેકરીયા ગામમાં રહેતા ભાવેશભાઇ ઢોલા ગઇકાલે પુત્ર દર્શ (..૬ાા)ને બાઇકમાં આગળ બેસાડીને વેકરીયાથી બગસરા પાસે આશ્રમે જતા હતા ત્યારે બગસરા પાસે અકસ્માત થતા દર્શને ઇજા થતા પ્રથમ બગસરા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ .આર. કાનાબાર તથા રાઇટર લખમણભાઇએ પ્રાથમિક કાગળો કરી બગસરા મોકલ્યા છે.(.)

(4:25 pm IST)