સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

જેતપુર-થાણાગાલોળના શૈલેષ ઉંધાડે ખોટુ નામ ધારણ કરી ઉદયનગરના નરસીભાઇ પટેલને ૬.૮૯ લાખનો ધૂંબો માર્યો

હરેશ પટેલ અને કલ્પેશ પટેલે વેપારીની દૂકાને આવી પોતે કોન્ટ્રાકટર છે તેવી ઓળખ આપી સિમેન્ટ અને ખીલાસરી મંગાવી નેટ બેંકીંગથી પેમેન્ટ કરવાનો વિશ્વાસ આપ્યા બાદ ઠેંગો બતાવી દીધોઃ માલ પણ સગેવગેઃ અગાઉ શૈલેષ ઉંધાડને ક્રાઇમ બ્રાંચે ઠગાઇના ત્રણેક ગુનામાં પકડ્યો હતોઃ નેટબેંકીંગથી પેમેન્ટ કર્યાનો મોબાઇલનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો તેના આધારે નરસીભાઇએ બેંકમાં તપાસ કરતાં હરેશ પટેલ હકિકતમાં શૈલેષ પટેલ હોવાની ખબર પડીઃ માલવીયાનગર પોલીસે બોરડી સમઢીયાળાના કલ્પેશ વૃજલાલ વોરા (પટેલ)ને સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૨: મવડી ૧૫૦ ફુટ રીંગ રડ પર રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ પાસે ગંગદેવ પાર્ક-૧માં રહેતાં અને મવડી રોડ ઉદયનગર-૨માં વિશાલ કોમ્પલેક્ષ સામે અૃમત સ્ટીલ એન્ડ ટ્રેડર્સ નામે લોખંડની ખીલાસરી અને સિમેન્ટનો ધંધો કરતાં લેઉવા પટેલ વેપારી નરસીભાઇ મોહનભાઇ કાકડીયા (.૫૬) સાથે જેતપુરના થાણાગાલોળના શૈલેષ છગનભાઇ ઉંધાડ (પટેલ) અને તેની સાથેના બોરડી સમઢીયાળાના કલ્પેશ વૃજલાલ વોરા (પટેલ) પોતે કોન્ટ્રાકટર છે અને કાંગસીયાળી ગામે બાંધકામની સાઇટ ચાલુ છે તેવી વાતો કરી રૂ. ,૮૯,૩૨૦ની ખિલાસરી અને સિમેન્ટ ખરીદ કરી નેટ બેન્કીંગથી પેમેન્ટ કરીએ છીએ...તેમ કહી માલ લઇ ગયા બાદ પેમેન્ટ કરી અને માલ પણ સગેવગે કરી નાંખતા મામલો માલવીયાનગર પોલીસમાં પહોંચતા પોલીસે ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી છે.

પોલીસે નરસીભાઇની ફરિયાદ પરથી બંને શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૧૯, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે અને કલ્પેશ વોરા (રહે. બોરડી સમઢીયાળા)ને સકંજામાં લઇ લીધો છે. નરસીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પચ્ચીસ વર્ષથી અમૃત ટ્રેડર્સ નામે પેઢી ચલાવે છે. /૧ના રોજ સવારે સાડા નવેક વાગ્યે બે ગ્રાહક આવ્યા હતાં. જેમાં એકે પોતાનું નામ હરેશ રામજીભાઇ પટેલ અને બીજાએ કલ્પેશ પટેલ જણાવ્યું હતું. હરેશ નામ જણાવનારે પોતાની કાંગસીયાળીમાં સ્કોડાના શો રૂ પાસે  કલ્પવૃક્ષ સોસાયટી પાછળ બાંધકામની સાઇટ ચાલુ થઇ હોવાનું અને તેના માટે સિમેન્ટ તથા લોખંડન લઇ જવાના છે તેવી વાત કરી હતી. તેમજ વધુ માલ લઇ જવો હોઇ ભાવમાં ફાયદો કરી આપવાની વાત કરી હતી.

આથી નરસીભાઇએ પોતે ઉધારમાં ધંધો નથી કરતાં તેમ જણાવતાં હરેશે રોકડાથી ઓનલાઇન પેમેન્ટ કરશે તેવી વાત કરી હતી. નરસીભાઇએ હા પાડતાં અંબુજા સિમેન્ટની થેલીઓ તથા ટીએમટી સળીયાનો જથ્થો જેમાં રૂ. ,૨૭,૬૦૦ની ૪૪૦ ગુણી સિમેન્ટની તથા ૧૨,૨૦૦ કિલો ખીલાસરી રૂ. ,૬૧,૭૨૦ની મળી કુલ રૂ. ,૮૯,૩૨૦નો માલ ખરીદ કર્યો હતો. સોદો નક્કી થઇ ગયા બાદ નરસીભાઇએ સિમેન્ટની ગુણીઓ કોડીનારથી મંગાવી હતી. ટ્રક ગોંડલ ચોકડીએ પહોંચતા દૂકાને ઓર્ડર આપવા આવેલા બે પૈકીનો કલ્પેશ પટેલ તેની કાર જીજે૩કેએચ-૩૩૩૧ લઇ આવ્યો હતો. કારમાં બીજા બે માણસો પણ હતાં. હરેશ પટેલે સિમેન્ટ પોતાની કાંગસીયાળીની સાઇટ પર ઉતારવા સરનામુ આપ્યું હતું. પરંતુ સિમેન્ટનો ટ્રક કલ્પેશ પટેલ પારડી-પડવલાના રોડ પર અવાવરૂ ગોડાઉન જેવુ હતું ત્યં લઇ ગયેલ. તેમાંથી ૧૫૦ થેલી સિમેન્ટ ઉતારી બાકીની ટ્રકમાં રાખી હતી. ૧૫૦ થેલી મેટાડોરમાં ટ્રાન્સફર કરાવી હતી. પછી હરેશ પટેલે ફોન કરી મોબાઇલ .પર એનઇએફટીથી પેમેન્ટ કર્યુ છે તેનો સ્ક્રીન શોટ નરસીભાઇના મોબાઇલમાં વ્હોટ્સએપ કર્યો હતો.

નરસીભાઇએ પોતાને મેસેજ તો મળ્યો પણ ખાતામાં પૈસા હજુ આવ્યા નથી તેમ કહેતાં હરેશે થોડીવારમાં પૈસા પણ આવી જશે તેમ કહ્યું હતું. પછી બપોરે એકાદ વાગ્યે ખીલાસરીનો ટ્રક ગોંડલ રોડ ચોકડી મુરલીધર વે-બ્રીજ કાંટા પર મોકલાયો હતો. ત્યાંથી કલ્પેશ પટેલ કાર લઇને ટ્રક પારડી ગામ નજીક ઇંટોના ભઠ્ઠા પાસે લઇ ગયો હતો. ત્યાં ખીલાસરી ઉતરવાી હતી.

પછી હરેશ પટેલે નરસીભાઇને ફોન કરી ખિલાસરી મળી ગઇ છે અને પોતે કામ સબબ દિલ્હી ખાતે છે તેવી વાત કરી હતીતેમજ હરેશ રામજી પટેલનું બીલ બનાવી મોબાઇલ પર વ્હોટ્સએપ કરો એટલે પોતે નેટ બેંકીંગથી પૈસા મોકલી આપશે તેવી વાત કરતાં નરસીભાઇએ તેમ કર્યુ હતું. પરંતુ પાછળથી તા. //૧૯ના સવારે તેમજ સાંજે હરેશને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. બીજી તરફ નરસીભાઇને નેટ બેન્કીંગથી પૈસા પણ મળ્યા નહોતાં. સિમેન્ટ અને ખિલાસરી જ્યાં ઉતારાયા હતાં ત્યાં તપાસ કરતાં માલ જોવા મળ્યો નહોતો.

બાદમાં નરસીભાઇએ પોતાને એનઇએફટીથી પેમેન્ટ કરાયું તેનો સ્ક્રીનશોટ હરેશે મોકલ્યો હોઇ તેના આધારે મવડી ચોકડીએ આઇસીઆઇસીઆઇ બેંકમાં જઇ તપાસ કરતાં ખાતા નંબર બેંકના નહિ પણ એકસીસ બેંકના હોવાની ખબર પડતાં ત્યાં જઇ તપાસ કરતાં ખાતુ હરેશ રામજી પટેલનું નહિ પણ શૈલેષ છગનભાઇ ઉંધાણ (થાણાગાલોળ)ના નામે હોવાની ખબર પડી હતી. ખાતેદારનો ફોટો જોતાં દૂકાને આવેલો હરેશ પોતે શૈલેષ હોવાની ખબર પડતાં નરસીભાઇને છેતરાયાની ખબર પડી હતી.

મામલે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ આર. . જાડેજા, જાવેદભાઇ રિઝવી, પરેશભાઇ જારીયા  અને ટીમે ગુનો નોંધી તપાસ રૂ કરી હાલ તુર્ત કલ્પેશ વોરાને સકંજામાં લઇ લીધો છે. શૈલેષ ઉંધાડની શોધખોળ થઇ રહી છે.

પોલીસ સુત્રોના કહેવા મુજબ શૈલેષ ઉંધાડ જુનો ગઠીયો છે અને અગાઉ ક્રાઇમ બ્રાંચે પણ ઠગાઇના ત્રણેક ગુનામાં પકડ્યો હતો. તે ઝડપાયા બાદ વધુ કેટલાક ગુના સામે આવે તેવી શકયતા છે. (૧૪.)

 

(4:24 pm IST)