સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

જૂનાગઢમાં ત્રણ નકલી પોલીસ યુવાન પાસેથી રૂ. ૨૨ હજાર પડાવીને પલાયન

માલ વેંચવો હોય તો પૈસા આપવા પડશે તેમ કહીને દમદાટી આપી

જુનાગઢ તા. ૨૨ : જૂનાગઢમાં ૬૬ કેવી પાસે આવેલ સર્જન પાકૃમાં રહેતા મૂળ રાજસ્થાનનાં ભોજારામ લાલારામ ચૌધરી-જાટ (..૨૧)ના ઘરે ગઇકાલે નકલી પોલીસ બનીને ત્રણ શખ્સો પહોંચ્યા હતા.

જેના એક સફેદ ટી-શર્ટ જેની પાછળ અંગ્રેજીમાં ગુજરાત પોલીસ લખેલ ટી-શર્ટ ધારી શખ્સે ભોજારામ અને તેના પરિવારજનોને ધમકાવી માલ વેંચવો હોય તો પૈસા આપવા પડશે. તેમ કહીને ગાંજા અને દારૂના કેસમાં ફીટ કરી દેશું તેવી ધમકી આપી હતી.

બનાવટી પોલીસ બનીને આવેલી ત્રિપુટી ભોજારામ પાસેથી રૂ. ૯૫૦૦ અને એટીએમમાંથી રૂ. ૨૫૦૦ની રોકડ ઉપરાંત રૂ. ૧૦ હજારની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ. ૨૨ હજારનો મુદ્દામાલ પડાવી લઇને નાસી ગયા હતા.

અંગે તાલુકા પોલીસે જાટ યુવાનની ફરિયાદ લઇને નકલી પોલીસની શોધખોળ હાથ ધરી છેગત સપ્તાહમાં જૂનાગઢમાં એક વૃધ્ધ પાસેથી નકલી પોલીસ રૂ. ૮૦ હજારની મત્તા પડાવી ગઇ હતી. જેની શાહી સુકાઇ નથી ત્યાં આવો બીજો બનાવ બનતા ચકચાર પ્રસરી ગઇ છે.(૨૧.૧૬)

(4:23 pm IST)