સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

પોલારપરમાં જીયાબેન સોલંકીને વેવાઇ માનસીંગે પાણકો ફટકાર્યો

રાજકોટ તા. ૨૨: જસદણના પોલારપરમાં રહેતાં જીયાબેન બીજલભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૪૦) સાંજે આઠેક વાગ્યે ચાલીને જતાં હતાં ત્યારે તેના વેવાઇ માનસીંગ સુભાષભાઇ મકવાણાએ ઝઘડો કરી માથામાં પાણકો ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. જીયાબેનના પુત્રના કહેવા મુજબ અગાઉ તેની બહેન નેતલ રિસામણે આવી હોઇ તે બાબતે માનસીંગભાઇ સાથે મનદુઃખ સર્જાયુ હતું. તેનું સમાધાન થઇ ગયુ હોવા છતાં તેણે ખાર રાખી હુમલો કર્યો હતો.

(11:40 am IST)