સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

ભાવનગર ઈન્ટરસીટી ફેબ્રુઆરીથી પુનઃ દોડશે

સુરેન્દ્રનગર, તા.૨૨ : છેલ્લા કેટલાક સમયથી બંધ રહેલી અમદાવાદ ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન આગામી માસથી ફરી દોડવા લાગશે. આ અંગેની મંજૂરી કેન્દ્રના રેલવે મંત્રાલય તરફથી મળી જતાં ફેબ્રુઆરીમાં આ ટ્રેન શરૂ થશે. ભાવનગરથી અમદાવાદ થઇ ગાંધીનગર સુધી લંબાવાશે.

બોટાદ અમદાવાદનો રેલમાર્ગ બ્રોડગેજ રૂપાંતર પ્રક્રિયાને કારણે બંધ છે. તેના વિકલ્પરૂપે સુરેન્દ્રનગર-ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવાની રજુઆત કેન્દ્રમાં કરી હતી.ભાવનગર અમદાવાદ રૂટ પર એક ટ્રેન દોડાવવાની માંગ દ્યણા સમયની હતી.

જેને હજુ સુધી મંજુરી મળી નહોતી. હવે ટૂંક સમયમાં ભાવનગરથી ગાંધીનગર વાયા અમદાવાદ ટ્રેન શરૂ થઇ રહી છે. આ ટ્રેનને પાંચ કલાકનો સમય લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર અમદાવાદ વચ્ચે કોઇ સીધી ટ્રેન વ્યવસ્થા નહીં હોવાના કારણે રોજની સરેરાશ ર૦થી વધુ એસટી બસ અને પ૦થી વધુ લકઝરી બસ ?સહિત ખાનગી વાહનોમાં લોકો મુસાફરી કરી રહ્યા છે જેમાં ભાવનગર અને અમદાવાદ પહોંચવામાં સાડા ત્રણ કલાક લાગે છે. આ અંગે ભાવનગરથી ગાંધીનગર ટ્રેનની મંજુરી મળી છે.

ભાવનગર ગાંધીનગર વચ્ચે દોડનારી ઇન્ટરસિટી ટ્રેન ભાવનગર, સિહોર, ધોળા, વીરમગામ અને અમદાવાદ, આંબલી રોડ સ્ટેશને ઊભી રહેશે જે સાંજે ચાર કલાકે ભાવનગરથી ઉપડી રાત્રે ૧૧ કલાકે અમદાવાદ આવશે.

(11:39 am IST)