સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

પૂ. વિરદાદા જશરાજજીનાં શૌર્યદિનની સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી

ગામે-ગામ રઘુવંશી સમાજ દ્વારા મહાપ્રસાદ, ધુન, ભજન, કિર્તન, રકતદાન સહિતનાં કાર્યક્રમો

રાજકોટ તા.રરઃ આજે લોહાણા સમાજ દ્વારા વિરદાદા જશરાજજીની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી રહી છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં પૂજન, અર્ચન, કિતર્ન, મહાપ્રસાદ, ધુન, ભજન, મહા આરતી, સહિતના કાર્યક્રમો યોજાયા છે.

વિરદાદા જશરાજજીની પુણ્યતિથી નિમિતે આયોજીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજનાં લોકો ઉપસ્થિત રહયા છે.

રાજકોટમાં આજે રેસકોર્ષના મેદાનમાં લાખો રઘુવંશીઓ એકસાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. સાથોસાથ નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ અને રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

જ્ઞાતિ જમણની સાથે સમાજના યુવક - યુવતી માટે નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. થેલેસેમીયા ટેસ્ટ માટે રૂ.૧૦૦ ડિપોઝીટ પેટે લેવામાં આવશે. જે રીપોર્ટ લેવા આવે ત્યારે ડીપોઝીટની પૂરેપૂરી રકમ પરત આપવામાં આવશે.

આ નાત જમણના કાર્યક્રમમાં વિશેષ રૂપથી થેલેસમીયા ગ્રસ્ત બાળકો તથા અંધ મહિલા વિકાસ ગ્રહના બ્હેનો પણ કાર્યક્રમમાં રઘુવંશી પરિવારના આમંત્રણને સ્વીકારીને માહપ્રસાદ લેવા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ દિકરાનુ ધર, ભભ ઢોલરા ભભ મુકામેથી સીનિયર સીટીઝનો પણ ખાસ મહાપ્રસાદનો લાભ લેશે.

રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા એક સાસ્કૃંતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહિલા મંડળના હોદેદારો, ચેરમેન મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂલતાબેન ચંદારાણા, વા. ચેરમેન શીતલબેન બુઘ્ધદેવ, પ્રમુખ પ્રિતીબેન પાંઉ, ઉ. પ્રમુખ શોભનાબેન બાટવીયા, મંત્રી જાગૃતીબેન ખીમાણી, સહ મંત્રી કિરણબેન કેસરીયા તથા ગાંધીગ્રામ રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ કમલાબેન ભાગ્યોદય ખુબજ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને રજુ કરશે.

આ નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક માસ થી તૈયારી રૂપે સમાજના શ્રેષ્ટીઓ દ્વારા માર્ગ દર્શન માટે શ્રી નવિનભાઈ ઠકકર, શ્રી સુરેશભાઈ ચંદારાણા, શ્રી મનુભાઈ જોબનપુત્રા, શ્રી જનકભાઈ કોટક, શ્રી શાંતુભાઈ રૂપારેલીયા, શ્રી હસુભાઈ ચંદારાણા, ડો. નિશાંત ચોટાઈ, શ્રી સુરેશભાઈ ગોળવાળા, શ્રી નરેન્દ્રભાઈ પોપટ, શ્રી નરેન્દ્રભાઈ પુજારા, શ્રી ચંદુભાઈ રાયચુરા(મામા), શ્રી દોલતભાઈ ગાદેશા, શ્રી નટુભાઈ કોટક, શ્રી હરેશભાઈ દાવડા, શ્રી ભરતભાઈ જલીયાણ, શ્રી અશ્વિનભાઈ બગડાઈ, તમામ શ્રેષ્ટીઓ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન પુરૂ પાડેલ.

ંઆ નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી હસુભાઈ ભગદેવ, શ્રી પ્રતાપભાઈ કોટક, શ્રી પરેશભાઈ વિઠ્ઠલાણી, શ્રી જેષ્ટારામભાઈ ચતવાણી, શ્રી શૈલેષભાઈ પાબારી, શ્રી રાકેશભાઈ પોપટની દેખરેખ હેઠળ યોજના બંધ જહેમત ઉઠાવેલ છે. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેહુલભાઈ નથવાણી, વિપુલભાઈ મણીયાર,  કલ્પેશભાઈ બગડાઈ, મંયક પાંઉ, કલ્પેશભાઈ તન્ના, અમિતભાઈ અઢીયા, ધર્મેન્દ્ર વસંત, ઉમેશભાઈ સેદાણી, કૌશીક માનસતા, રાજુ પોપટ, ભરતભાઈ રૂપારેલીયા, અશ્વિન બુઘ્ધદેવ, સંદિપ મણીયાર, મયુર અનડકટ, ભરત કોટક, જગદીશ ભોજાણી, રોહીતભાઈ કાનાબાર, પરેશ તન્ના, રાજ વિઠ્ઠલાણી, શ્યામલ વિઠ્ઠલાણી, રાજુ લાબેલા, હિરેન કારીયા, વિપુલ કારીયા, ધવલ પાબારી, વિમલ વડેરા, નિશીત જીવરાજાની, ધનેશ જીવરાજાની, પરાગ કોટક, વિજય કકડ, મોહીત નથવાણી, ઉદય સૌમૈયા, કૃણાલ માનસતા, પિન્ટુ માણેક, જતીન દક્ષિણી, અશ્વિન જોબનપુત્રા, પાર્થ જોબનપુત્રા, મનોજ લાલ, રાજુ પુજારા, હાર્દિક ચાંદ્રાણી, તરૂણ કોટક, વિજય કાબાણી, વિજય મહેતા, પ્રદિપ મહેતા, જયેષભાઈ, કેજસ, ધ્રુમીલ, દર્શીત રૂપારેલીયા, અશોક મીરાણી જહેમત ઉઠાવે છે.(૧.૮)

(11:33 am IST)