સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

ટંકારાના હરબટીયાળી ગામે પ્રવેશદ્વારનું કરાયેલ લોકાર્પણ

સંઘાણી પરિવારના આર્થિક અનુદાનથી બનાવેલ

ટંકારા, તા. રર : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે, સંઘાણી પરિવાર દ્વારા પંદર લાખના ખર્ચે સુંદર, કલાત્મક પ્રવેશદ્વાર ગામના ઝાંપે બનાવેલ છે. તેનો લોકાર્પણ કાર્યક્રમ સાદાઇ પૂર્વક યોજાયેલ.

હરબટીયાળીના દાતા ધનજીભાઇ રામજીભાઇ સંઘાણી, છગનભાઇ રામજીભાઇ સંઘાણી, જસમતભાઇ રામજીભાઇ સંઘાણી, પરિવાર દ્વારા સ્વ. રામજીભાઇ પમાભાઇ સંઘાણી તથા ગં.સ્વ. લાડુબેન રામજીભાઇ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં પંદર લાખ રૂ.ના ખર્ચે હરબટીયાળીમાં સુંદર કલાત્મક પ્રવેશ દ્વાર બનાવાયેલ છે.

આ પ્રવેશદ્વારનું લોકાર્પણ દાતાઓના માતૃશ્રી ગં.સ્વ.લાડુબેન રામજીભાઇ સંઘાણી દ્વારા શાસ્ત્રોકત વિધી દ્વારા કરાયેલ.

પ્રવેશદ્વારના ગણ સ્તંભોમાં એકમાં ભગવાન કૃષ્ણતા ફોટા સાથે ગીતા સાર, કર્યા વગર કશુ મળતું નથી. બીજા સ્તંભમાં ખોડલધામના ફોટા સાથે સમાજ માટે હું શું કરી શકું તથા ત્રીજા સ્તંભમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. કાળજુ સિંહનું રાખોનો પ્ેરણા સંદેશ છે.

લોકાર્પણ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મઘુબેન અશોકભાઇ સંઘાણી, સરપંચ શ્રીમતિ જીગુબેન મહેશભાઇ ઝાંપડા, ઉપસરપંચ અશ્વીન રણછોડભાઇ ઢેઢા, સહકારી મંડળીના પ્રમુખ રામજીભાઇ શામજીભાઇ ચંડાર, ઉપપ્રમુખ ખોડીદાસભાઇ પટ્ટણી, દૂધ સેવા સહકારી મંડળીના પ્રમુખ માધાભાઇ નમેરા, મંત્રી અમરસીભાઇ ઢેઢી, પર્યાવરણ પ્રેમી કેશુભાઇ તમેરા, આગેવાનો ગ્રામજનો મહીલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

લોકાર્પણ પ્રસંગે દાતા પરિવારના સભ્યોનું શાલ ઓઢાડી સન્માન અશોકભાઇ સંઘાણ, લવજીભાઇ ઢેઢી, પુંજાભાઇ, સરપંચ, સભ્યો કે.એમ. નમેરા તથા ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી કરાયેલ.

આ પ્રસંગે અગ્રણી અશોકભાઇ સંઘાણીએ ગામને પેઢીયો સુધી યાદ રહે. તેવી પ્રવેશ દ્વારની અમૂલ્ય ભેટ દાતા પરિવારે આપેલ છે તે માટે આભાર વ્યકિત કરેલ.

(11:33 am IST)