સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

પોરબંદરમાં ગઈકાલે છાંટા તથા બરડામાં વરસાદ બાદ સવારથી બર્ફિલો પવન

 પોરબંદર, તા. ૨૨ :. શહેરમાં ગઈકાલે છાંટા તથા બરડામાં વરસાદ બાદ આજે સવારથી બર્ફિલો પવન ફુંકાવાનું શરૂ થયેલ છે. સવારે પવનની ઝડપ ૧૨ કિ.મી. તથા દિવસ દરમિયાન ૮ કિ.મી. ઝડપ રહી છે.

પોરબંદરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ છાંટા પડયા હતા. બરડા પંથકના ખંભાળામાં ઘુમરી મારતો પવન ફુંકાયા બાદ સાંજે વરસાદ પડી ગયો હતો. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૧.૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૫.૮ સે.ગ્રે., ભેજ ૮૪ ટકા, સુર્યોદય ૭.૩૧ તથા સૂર્યાસ્ત ૬.૩૪ મીનીટે.

(11:31 am IST)