સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

ધોરાજીના મોટીમારડની ૧પ વર્ષની સગીરાને સાગર ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ તા.રર : ધોરાજીના મોટીમારડની સગીરાને પ્રેમજાળમાં ફસાવી કોળી શખ્સ ભગાડી જતા પોલીસ કોળી શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ ધોરાજી મોટીમારડ ગામમાં રહેતી ૧પ વર્ષની કોળી સગીરા ગત તા.૧૮ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ કરતા મોટીમારડ ગામમામં કન્યા શાળા પાસે રહેતો સાગર પભાભાઇ પાનેસરા (કોળી) સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી હોવાનું જાણવા મળતા સગીરાના ભાઇ  દલસુખભાઇ બાવળીયાએ વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાગર પાનેસરા સામે અપહરણનો ગુનો દાખલ કરી ધોરાજી સીટી પીઆઇ કે.આર. રાવતે તપાસ આદરી છે. (પ૧.૧૬)

(11:31 am IST)