સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

પોરબંદરના ચકચારી સુનીલ શશીકાંત ખુન કેસમાં આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ

પોરબંદર, તા.૨૨: ચકચારી સુનીલ શશીકાંત ભૂવા ખુન કેસમાં આરોપીને જામીન મુકત કરવા હાઇકોર્ટ હુકમ ફરમાવેલ છે

આજથી છએક માસ પહેલા પોરબંદર તાલુકાના ખાપટ ગામે મારા મારીનો બનાવ બનતા અને તેમાં સુનીલ શશીકાંત ભૂવાનું ખુન થઇ ગયેલુ હતું. અને તે સંબંધેની ફરીયાદ વિજય સવદાસ સરવૈયા દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. અને તે અન્વયે ફરીયાદમાં જણાવ્યા મુજબ લખમણ પુંજાભાઇ તથા અન્ય ત્રણની ધરપકડ કરી જેલ હવાલે કરેલા હતાં. અને તે પૈકી કીશન રાજુભાઇ મોઢવાડીયા દ્વારા પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા જે નામંજુર થયેલી હતી. અને તેથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા અને ત્યાં હાઇકોર્ટના એડવોકેટ આશિષભાઇ ડગલી દ્વારા વિગતવારની દલીલ કરી ફરીયાદીએ તેમજ ઇજા પામનાર બીજા સાહેદ દ્વારા મેડીકલ હીસ્ટ્રીમાં ૧૦ વ્યકિતઓ મારવામાં હતી. તેવુ જણાવેલ છે. ફરીયાદમાં ૪ વ્યકિત સામે ફરીયાદ કરેલ છે. એટલુ જ નહી એફ.આઇ.આર. જોતાં ગુજરનાર સુનિલ શશીકાંત ભુવાને હાલના આરોપી કિશન દ્વારા કોઇ ઇજા કરેલ ન હોય, કોઇ માર મારેલ ન હોય અને તે રીતે રેકર્ડ ઉપર જ ગુજરનારને હાલના આરોપીએ કોઇ ઇજા જ પહોંચાડેલ ન હોય અને તે રીતે હાલના આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ હોવાની વિગતવારની દલીલ કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર ચાર્જશીટ તેમજ પોલીસ પેપર્સ ધ્યાને રાખીને ખુન કેસ જેવા ગંભીર ગુન્હામાં પણ આરોપીની સંડોવણી ખુલતી ન હોવાના કારણે શરતોને આધીન જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જાણીતા એડવોકેટ આશિષભાઇ ડગલી રોકાયેલા હતાં. તથા પોરબંદરમાં એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા નવધણભાઇ જાડેજા રોકાયેલ છે.

(11:30 am IST)