સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

હળવદમાં અપહરણના ગુનામાં એક વર્ષની ફરાર સંજય કોળી પકડાયો

મોરબી એસઓજીની ટીમે કોળી શખ્સને થાનગઢથી દબોચ્યો

મોરબી તા.રરઃ હળવદમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલા શખ્સને એસઓજીની ટીમે બાતમીના આધારે થાનગઢ ગામેથી ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એસઓજી ઇન્ચાર્જ વ્યાસની ટીમના કિશોરભાઇ મકવાણા, ભરતસિંહ ડાભી અને ઇશ્વરભાઇ કલોતરા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન હળવદમાં અપહરણના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી સંજય હિંમતભાઇ ખમાંણી કોળી (ઉ.વ.૨૩, રહે. થાનગઢ)ને થાનગઢથી ઝડપી લઇને હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે.(૧.૫)

(11:30 am IST)