સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

સાંઇ વિદ્યા સંકુલ - જોડીયાની સિધ્ધી રાજયકક્ષાએ પ્રથમ

 ધ્રોલ : ગુજરાત રાજય રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાત રાજયકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-ર૦૧૮ અંજાર (કચ્છ) મુકામે યોજાયેલ જેમાં શ્રી સાંઇ વિદ્યા સંકુલ જોડીયા લોકનૃત્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી.જામનગર જિલ્લા અને જોડીયા તાલુકાના ગૌરવની કલગીમાં નવુ છોગુ ઉમેર્યુ છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ વિરમગામા આચાર્ય ટ્રસ્ટી અજયભાઇ કાનાણી, હિતેશભાઇ ગોધાણી, સમગ્ર શાળા પરિવાર કલાવૃંદની બાળાઓને તથા સંગીત પુરૂ પાડનાર નંદાસણા યજ્ઞેશભાઇ ગિરીશભાઇ દલસાણીયા, ભીમાણી નીતીનભાઇ, હિતેશભાઇ ભગત, શિક્ષીકા બહેનો તથા માર્ગદર્શકશ્રી સ્વાતિબેન છત્રોલાને અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીરમાં સ્પર્ધામાં ઝળકનાર વિદ્યાર્થીઓ નજરે પડે છે.

(11:23 am IST)