સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

 મોરબી : ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગાઉ રાજયના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આવેદન આપી પડતર પ્રશ્નોના ઉકેલ માટે કરેલી માંગણી છતાં કોઈ નિવેડો નહિ આવતા આજથી આરોગ્યના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. જેમાં સૂચિત મોરબી જીલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ મોરબીના નેજા હેઠળ જીલ્લાના ૨૫૦ થી વધુ કર્મચારીઓએ આજથી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. જોકે કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવી રહ્યા છે અને આરોગ્ય કર્મચારીઓ તા. ૨૧ થી ૨૫ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે તેમજ તા. ૨૮ના રોજ આરોગ્ય કર્મચારી પોતાની ફરજ બજાવશે પણ કોઈ પણ પ્રકારનું તાલુકા,ઙ્ગજિલ્લા,ઙ્ગરાજયકક્ષાએ રિપોર્ટિંગ નહિ કરે. તા. ૬ ફેબ્રુઆરીના રોજ માસ સી.એલ. મૂકી જિલ્લા મથકે રામધૂન,સફાઈ કામગીરી અને દેખાવો કરશે. તા. ૧૫ ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે.અને માંગણીઓના સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું જણાવી રહ્યા છે. વિરોધ નોંધાયેલ તે તસ્વીર.(૨૧.૩)

(9:40 am IST)