સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

ધ્રોલનાં ખાખરા ગામમાં દારૂ સાથે ધરપકડઃ એક નાશી છૂટયો

જામનગર-ધ્રોલ, તા.૨૧: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન તેમજ નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇની સુચનાથી ધ્રોલ પી.એસ.આઇ. એમ.એન.જાડેજા તથા ધ્રોલ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.  તે દરમ્યાન સાથેના સર્વેલન્સ સ્ટાફને મળેલ સંયુકત ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ધ્રોલના ખાખરા ગામમાં રહેતો અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા તથા રાજભા જીણકુભા જાડેજા સાથે મળી અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય તેવી હકીકતના આધારે મજકુર આરોપી અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા રહેણાંક મકાનએ રેઇડ કરતા મજકૂરના કબ્જામાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૮ કિંમત રૂપિયા ૫૪૦૦૦/ નો મુદામાલ મળી આવેલ અને રેઇડ દરમ્યાન અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા હાજર મળી આવેલ તથા રાજભા જીણકુભા જાડેજા જે હાલ ફરારી હોય જેને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

આ કાર્યવાહી ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.સી.એમ.એન.જાડેજા તથા પો.હેડ.કોન્સ એમ.એચ.સોલંકી તથા એન.એમ.ભીમાણી તથા પો.કોન્સ વનરાજભાઇ નાગજીભાઇ ગઢાદરા તથા પો.કોન્સ સંજયભાઇ કમાભાઇ સોલંકી તથા પો.કોન્સ મયુરસિંહ જટુભા પરમાર તથા પો.કોન્સ રોહીતસિંહ કનકસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતી.

(3:26 pm IST)