સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

વાદળા વિખેરાયાઃ શિયાળાનાં ઠારના પહેલા ધ્રુજારાનો અહેસાસ

ગીરનાર પર્વત-૬.૧, નલીયા-૬.૬, ગાંધીનગર-૯.પ, કંડલા એરપોર્ટ-ડીસા-૧૦, રાજકોટ-૧૦.૯, ભુજમાં ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે વાદળછાંયા વાતાવરણ વચ્ચે એક દિવસ ઠંડીમાં રાહત રહ્યા બાદ આજે કકકડતી ઠંડીએ અનુભવ થઇ રહ્યો છે.જો કે આજ સવારથી વાદળા વિખેરાયા છે. અને શિયાળાના ઠારના પહેલા ધ્રુજારાનો અનુભવ  થઇ રહ્યો છે.

ગઇકાલે એકાએક વાદળા છવાઇ જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. જો કે આજ સવારથી વાદળા વિખેરાઇ ગયા છે.

આણંદ જિલ્લામાં ગત સપ્તાહે હવામાનમાં પલટો આવતાં માવઠું થયું હતું. અને બે દિવસ સુધી ધીમી ધારે વરસાદ પડયો હતો. જયારે ત્રણ - ચાર દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. માવઠાને કારણે તમાકુના પાકનો કસ ધોવાઇ ગયો હતો. જયારે નવી રોપેલી તમાકુ ઊંધી જવા પામી હતી. તેમજ વરસાદને કારણે તમાકુના પાકમાં કોકડીયાનો ભય ઉભો થયો છે. આ ઉપરાંત નવા વાવેલા ઘઉં અને ચણાના પાકને પણ વરસાદને કારણે નુકશાન થયું હતું અને વાવેલા ઘઉં તથા મગના વાવેતરને પણ અસર થવા પામી હતી. આ ઉપરાંત કેટલાક ખેડૂતોએ કરેલી ડાંગર તથા બાજરી અને શાકભાજીના પાકોને નુકસાન થવા પામ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ઉઘાડ નીકળ્યા બાદ પવનની ઝડપ વધતાં ઠંડીનો પારો ગગડયો હતો અને ડીસેમ્બરના ઉતરાર્ધમાં જે તાપમાનનો પારો ૩૦થી ૩૩ ડીગ્રી પર પહોંચ્યો હતો.

તેમાં રવિ પાકને અનુકુળ ઠંડીનો માહોલ નહિ સર્જાતા વાવેતર પર વિપરીત અસરજોવા મળી હતી.

રાજકોટમાં ગત સપ્તાહે ન્યુનતમ તાપમાન ૯.૮ ડીગ્ી સેલ્શિયસ અને મહત્તમ તાપમાન ર૭ ડીગ્રી સુધી પહોંચતા રાજકોટવાસીઓએ ભારે ઠંડીનો અનુભવ કર્યો છે પણ આવતા સપ્તાહે તેના કરતા પણ વધુ ઠંડી પડવાની છે તેવું હવામાનના નિષ્ણાતો જણાવી રહ્યા છે.

રાજકોટમાં કાલે રવિવારે સવારથી આછા વાદળો છવાયા હતા જેથી મધ્યમ તડકો અનુભવાયો હતો. વાદળોને કારણે ભેજમાં વધારો થતા મહત્તમ તાપમાન વધીને ૩૦ ડીગ્રી થયું હતું પણ ન્યુનતમ તાપમાન ૧૧ ડીગ્રી જ રહ્યું હતું. (પ-૧૬)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૩.૮ ડીગ્રી

ડીસા

૧૦.૦  ડીગ્રી

વડોદરા

૧ર.૦ ડીગ્રી

સુરત

૧૯.ર ડીગ્રી

રાજકોટ

૧૦.૯ ડીગ્રી

ગીરનાર પર્વત

૬.૧ ડીગ્રી

કેશોદ

૧૧.૮ ડીગ્રી

ભાવનગર

૧૩.૪ ડીગ્રી

પોરબંદર

૧૬.૩ ડીગ્રી

વેરાવળ

૧૬.૯ ડીગ્રી

દ્વારકા

૧૭.૦ ડીગ્રી

ઓખા

૧૯.પ ડીગ્રી

ભુજ

૯.૯ ડીગ્રી

નલીયા

૬.૬ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧ર.૮ ડીગ્રી

ન્યુ કંડલા

૧ર.૧ ડીગ્રી

કંડલા એરપોટ

૧૦.૦ ડીગ્રી

અમરેલી

૧ર.૦ ડીગ્રી

ગાંધીનગર

૯.પ ડીગ્રી

મહુવા

૧૪.૧ ડીગ્રી

દિવ

૧પ.૬ ડીગ્રી

વલસાડ

૧૩.૦ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૩.૬ ડીગ્રી

(2:37 pm IST)