સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

જામનગરના ફેકટરી ઓનર્સ એસોસિએશન ખાતે ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અમીબેન ઉપાધ્યાયએ ડેલિગેશન સાથે મુલાકાત

બ્રાસ ક્ષેત્રે સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર માટે ચર્ચા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧ : એક તરફ કોરોનાની વૈશ્વિક મંદી છે અને પર-ાંતિયો પણ ઉધોગ-ધંધામાં છોડી જવાને કારણે બ્રાસ ઉધ્યોગમાં મેન પાવરની કમી ઊભી થી રહી છે. ત્યારે જ જામનગરના બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના એસોસિએશન સાથે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અમીબેન ઉપાધ્યાય અને તેના ડેલિગેશને ખાસ મુલાકાત લઈને વોકલ ફોર લોકલને આગળ ધપાવી આત્મનિર્ભર ભારત માટે જામનગરમાં સ્પેશિયલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ઊભું થાય તે માટે બ્રાસઉધોગના અગ્રણીઓ સાથે ખાસ મુલાકાત લઈને બ્રાસ ઉધ્યોગની જરૂરિયાતો અંગે માહિતી મેળવી છે.

જામનગરને બ્રાસ સીટીનું બીરુદ અપાવનાર ઘડીયાળના મોગરાથી માંડીને વિમાનના મહત્વના પાર્ટસનું ઉત્પાદન કરતાં દેશના સૌથી મોટા અને એક માત્ર બ્રાસપાર્ટ ઉદ્યોગમાં ખાસ મેન પાવરની જરૂરિયાત માટે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.અમીબેન ઉપાધ્યાય,ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર ડો. દિવ્યાબેન પટેલ, સ્થાનિક પ્રતિનિધિ કરિશ્માબેન નારવાણી સહિતના ડેલિગેશને મુલાકાત લીધી છે.

જામનગરના ફેકટરી ઓનર્સ એસોસિએશન અને જી.આઈ.ડી.સી. ફેસ-૨ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બ્રાસ ઉધ્યોગની હાલની સ્થિતિમાં સ્થાનિક લોકોને વધુ રોજગારી મળે અને પરપ્રાંતિયો પર નિર્ભર રહેવાને બદલે લોકલ સ્કીલ ધરાવતા ઉમેદવારોને રોજગારી મળે તે દિશામાં ખાસ ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિચારી રહી છે.જામનગરમાં નાના-મોટા ૪ થી ૫ હજાર એકમો બ્રાસપાર્ટના ચાલી રહ્યા છે.રોજગારીની વાત કરવામાં આવે તો બ્રાસ ઉદ્યોગથી ૪ થી ૫ લાખ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં બનેલ ચશ્માંના સ્ક્રુ થી માંડીને એર ક્રાફ્ટના પાર્ટ એકસપોર્ટ થાય છે. આ ઉપરાંત બ્રાસનો મોટો સ્ક્રેપ અને મશીનરીઓ પણ ઈમ્પોર્ટ થાય છે. તેવા સમયે સ્થાનિક લોકોને સ્કીલ ડેવલોપ કરી બ્રાસ ઉધ્યોગમાં નવી પેઢીને વધુ પગભર બનાવવા તેમજ સાહસિકો તૈયાર કરવા જામનગરના બ્રાસ ઉધ્યોગના -તિનિધિઓ અને ડો. બાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા રોડમેપ તૈયાર કરવા વિચાર-વિમર્શ કરાયો છે. આ મુલાકાત દરમ્યાન બ્રાસ ઉધ્યોગની હાલની જરૂરિયાતો અને વિકાસની જુદી-જુદી બાબતો પર પણ ખાસ ચર્ચાઓ થી હતી. અને જામનગરના ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા પણ આ મુલાકાતને પ્રમુખ લાખાભાઇ કેશવાલા સહિતના હોદ્દેદારો દ્વારા સકારાત્મક ગણાવવામાં આવી રહી છે. જામનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને તેના ડેલિગેશન સાથે બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના એસોસિએશન યોજેલી ખાસ મુલાકાત બાદ આવનારા સમયમાં બ્રાસ ઉધ્યોગમાં નવી પેઢીને તાલીમબધ્ધ કરી નવા ઉદ્યોગ  સાહસિકો તૈયાર થશે. જેનાથી વડા-ધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ નારાને વેગ મળશે તેવું લાગી રહ્યું છે.

(12:46 pm IST)