સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

જૂનાગઢનાં શિવમ આર્કેટમાં દારૂ સાથે ૨ શખ્સોની ધરપકડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૧: જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડી.વી. પો.સ્ટેશન વિસ્તારમાં પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ બી. ડીવી પો. સ્ટેશનના ડી.વાય.એસ.પી મીહીરકુમાર બારીયાની સુચના મુજબ પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહને મળેલ બાતમી હકિકત આધારે જૂનાગઢ ખલીલપુર રોડ શિવમ આર્કેટમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ દુકાન નંબર-જી-૧૪માં રેઇડ કરી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૩કિ. રૂ. ૨૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પો.કોન્સ.  પરેશભાઇ બાવનભાઇ હુણ દ્વારા સરકાર તરફે ફરીયાદી બની પ્રોહી એકટ મુજબ ગુન્હો નોધી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે જસ્મીન રસીકભાઇ રામાણી જાતે પટેલ ઉવ. ૨૮ ધંધો-વેપાર રહે. જૂનાગઢ ખલીલપુર રોડ શુભમંગલ એપા. (૨) હિતેશ આશાનંદ મુલચંદાણી જાતે સિંધી ઉવ.૨૬ ધંધો વેપાર રહે. આદર્શ નગર જૂનાગઢને  રૂ. ૨૫,૨૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

આ કામગીરી ડી.વાય.એસ.પી મીહીરકુમાર બારીયાની સુચના મુજબ પો.સબ. ઇન્સ. એ.કે. પરમાર, ગુન્હા નિવારણ સ્કોડના પો.કોન્સ.  એ.કે. પરમાર, ગુન્હા નિવારણ સ્કોડના પો.કોન્સ. પરેશભાઇ બાવનભાઇ હુણ તથા રઘુવીરભાઇ બાવકુભાઇ વાળા તથા મુકેશ મગનભાઇ મકવાણા તથા કલ્પેશ ગેલાભાઇ ચાવડા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ રાયજાદા તથા અજયસિંહ મહીપતસિંહ ચુડાસમાએ કરેલ છે.

(12:44 pm IST)