સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને વિવિધ પ્રકારના રોટલાનો થાળ

વાંકાનેર : સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિતે શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શનિવારે રોટલા ઉત્સવ સવારે ૧૧:૦૦ કલાકે તથા ભવ્ય અન્નકૂટ આરતી કોઠારીસ્વામીશ્રી વિવેકાસાગરદાસજી દ્વારા કરવામાં આવેલ. રોટલા ઉત્સવ અંતર્ગત વિવિધ પ્રકારના બાજરાના રોટલા, કોદરીના રોટલા વિગેરે ૫૧ પ્રકારના રોટલા તથા ૩૦ પ્રકારના શાક ધરાવવામાં આવેલ. તેમજ શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર ધરાવવામાં આવેલ તથા ટ્રેડિશનલ શણગાર કરવામાં આવેલ જેમાં હજારો હરિભકતોને ઘરે બેઠા ઓનલાઇન રોટલા ઉત્સવ તથા અન્નકૂટના દર્શનનો લાભ Salangpur Hanumanji- Offcial યુટયુબ ચેનલ દ્વારા લીધેલ હતો. (તસ્વીરઃ હિતેષ રાચ્છ -વાંકાનેર)

(11:40 am IST)