સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

થાનગઢમાં જુગાર રમતા સાત ઝડપાયા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૨૧: સુરેન્દ્રનગર જીલ્લાની ઔદ્યોગિક નગરી થાનગઢ જુગારધામ માટે પણ જાણીતુ બનેલ છે ગઇ કાલે વગડીયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસ ને બદલે જીલ્લા ની બ્રાન્ચને મળતા સફળ દરોડો પાડી દોઢ લાખ જેટલા મુદ્દામાલ સાથે સાત શખ્સો ને ઝડપી પાડેલ છે.

આઇ.ટી.આઇ. પાછળ જુગાર રમતા હોવાની બાતમી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ ને મળતા સ્ટાફના અમરકુમાર કનુભા તથા પો.કોન્સ અનિરુધસિંહ અભેસિંહ તથા અનિરુદ્ઘસિંહ ભરતસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહને હકીકત મળેલ કે બાલાભાઇ બેચરભાઇ ઉકેડીયા ( કોળી) સરાણ નામની રેલ્વે પાટા પાસે આવેલ વાડીના દરવાજા સામે જાહેરમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમી રમાડે છે .

બાતમીના આધારે રેઇડ કરતા રોકડા રૂા .૯૬,૦૩૦ / - તથા મોબાઇલ નંગ -૨ કી.રૂા .૩,૦૦૦ / - તથા મોટર સાયકલ નંગ -૨ કી.રૂા .૪૦,૦૦૦ / - તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .૧,૪૩,૦૩૦ / - નો મુદામાલ સાથે સાત ઇસમો કનુભાઇ જીવાભાઇ ખવડ ( કાઠી દરબાર ) પટેલ સોસાયટી, દિલીપભાઇ ગેલાભાઇ પારધી ( અનુ.જાતિ ) રહે.થાનગઢ , જુનો વાસ, બાલાભાઇ , બેચરભાઇ ઉકેડીયા ( ચુ.કોળી) , જય અંબે સોસાયટી, શૈલેષકુમાર વલ્લભભાઇ કાપડીયા ( પટેલ ) રહે . ચોટીલા , અયોધ્યા ધામ સોસાયટી, અનિરૂધ્ધસિંહ સરદારસિંહ ઝાલા ( દરબાર ) , ઉષા કાંટા પાછળ, સાદુળભાઇ મેરૂભાઇ પરમાર ( ભરવાડ )  , જુનો ભરવાડ વાસ, હરદેવસિંહ નવલસિંહ ઝાલા ( દરબાર )  , ધુઘા ગેરેજ પાસે વાળાઓને ઝડપી પાડેલ હતા

પકડાયેલ મુખ્ય વ્યકિત રાજકિય અગ્રણી હોવાનું તેમજ જુગાર ધામમાં સંકળાયેલા વ્યકિત દ્વારા ફરી જુગારના રસીયાઓ માટે જાહેરમાં અખાડાઓ શરૂ થયાની શહેરમાં ચર્ચા ઉઠી છે.

થાનગઢમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની હકિકત થી સ્થાનિક પોલીસ અજાણ રહે અને જીલ્લા ની બ્રાન્ચ છેક થાન પહોંચી સફળ રેઇડ કરતા ચર્ચા નો વિષય બનેલ છે.

(11:35 am IST)