સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

ભાવનગરમાં વધુ ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૬૫૯ કેસો પૈકી ૯૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી)ભાવનગર તા.૨૧:  ભાવનગર જિલ્લામાવધુ ૨૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૫૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૬ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના ઓદરકા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧ તેમજ મહુવા ખાતે ૧ કેસ મળી ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૬ એમ કુલ ૨૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૬૫૯ કેસ પૈકી હાલ ૯૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૪૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:34 am IST)